સુરત : ભગવાન મહાવીર યુનિવર્સિટી (BMU) નો ત્રીજો દીક્ષાંત સમારોહ 4 એપ્રિલ 2024 ના રોજ યોજાશે. આ પ્રસંગે આસામના રાજ્યપાલ ગુલાબચંદ કટારિયા મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે. તેમજ અતિથિ વિશેષ તરીકે શ્રી સવજીભાઈ ધોળકિયા, શ્રી સુરેશ જૈન ઉપસ્થિત રહેશે સમારોહમાં 2061 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવશે.
BMUના સ્થાપક અને મેનેજિંગ ટ્રસ્ટી અનિલ જૈને જણાવ્યું હતું કે આ વર્ષે 26 ગોલ્ડ મેડલ, 26 સિલ્વર મેડલ અને 20 પીએચડી વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ અમારું ત્રીજું દીક્ષાંત સમારોહ છે અને યુનિવર્સિટી સ્ટાફ, પ્રિન્સિપાલ, ડિરેક્ટર અને વિદ્યાર્થીઓ આ અવસરને લઈને ખૂબ જ ઉત્સાહિત છે.દીક્ષાંત સમારોહ ના સમાપન બાદ યુનિવર્સિટી દ્વારા ભવ્ય યુથ ફેસટિવલ “સ્પંદન ” નું પણ આયોજન કરવામાં આવેલ છે. જેમાં વિદ્યાર્થી ઓ દ્વારા ફેશન શો ,લોક નૃત્ય તમેજ ટેલેન્ટ શો પ્રદશિત કરવામાં આવનાર છે.તેમજ નેશનલ લેવલ પર સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થી ઓને ઈનામ વિતરણ દ્વાર પ્રોત્સાહિત કરવામાં આવશે
ભગવાન મહાવીર યુનિવર્સિટીના પ્રમુખ ડો.સંજય જૈને જણાવ્યું હતું કે આ વર્ષે 2061 વિદ્યાર્થીઓને વિવિધ ફેકલ્ટીમાંથી ડિગ્રી એનાયત કરવામાં આવશે. તેમણે કહ્યું કે અમે તમામ વિદ્યાર્થીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવીએ છીએ.
BMU વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ પ્રદાન કરતું નથી પણ તેમને પ્લેસમેન્ટ દ્વારા રોજગારીની તકો પણ પૂરી પાડે છે. યુનિવર્સિટી સુરતનની રોજગાર કચેરી પ્લેસમેન્ટ સાથે મળીને દર વર્ષે મેગા જોબ ફેરનું આયોજન કરે છે. સુરત સહિત દેશભરની 250થી વધુ કંપનીઓમાં દર વર્ષે BMU અને અન્ય રાજ્યો અને દેશોની યુનિવર્સિટીમાંથી બેથી અઢી હજાર વિદ્યાર્થીઓ નોકરી મેળવે છે.
સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિદ્યાર્થીઓને અભ્યાસ અને સંશોધન માટે વિદેશ અને દક્ષિણ ભારતમાં જવાની જરૂર નથી. BMU યુનિવર્સિટીમાં તેમને તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. ઇન્ક્યુબેશન સેન્ટરમાં વિદ્યાર્થીઓને સ્ટાર્ટઅપ શરૂ કરવા અને નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન અને ભંડોળ મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
ડો.સંજય જૈને જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ભવિષ્યમાં ઉદ્યોગોને એકસાથે લાવવામાં આવશે. ભગવાન મહાવીર યુનિવર્સિટી સ્થાનિક ઉદ્યોગો સાથે મળીને કામ કરવા જઈ રહી છે. ઉદ્યોગો માટે ઉપયોગી જ્ઞાન અને તાલીમ અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે.