ભંગાર વેચનાર પિતાનો પુત્ર ગરીબ વિદ્યાર્થીઓ માટે બન્યો પ્રેરણારૂપ
“મન હોય તો માળવે જવાય” આ પ્રસિદ્ધ કહેવતને સાર્થક કરતો આ વિદ્યાર્થી છે. સુરતમાં સનરાઇસ વિદ્યાલય,ડીંડોલી ખાતે ધોરણ-12 કોમર્સમાં “ધીરજ મન્સારામ વાડીલે” આજે 4 જુને જાહેર થયેલા ધોરણ-12 (મરાઠી માધ્યમ)ના પરિણામ માં 82.14% (A2) અને PR-94. 70 મેળવી માતા-પિતા ,શાળા પરિવાર અને માળી સમાજનું નામ રોશન નામ રોશન કર્યું છે. જે ખુબજ ગૌરવની વાત છે.
ધીરજની સાથે વાત કરતા ખબર પડી કે તેઓ રોજ 14 થી 15 કલાક ખુબજ મેહનત અને લગન થી અભ્યાસ કરતો હતો.ઘરમાં ભૌતિક સુવિધાનો અભાવ હોવાથી ધીરજ વાંચનલયમાં પણ અભ્યાસ કરવા જતો.કહેવાય છે ને કે,
“लहरों से डर कर नौका पार नहीं होती,
कोशिश करने वालों की कभी हार नहीं होती।” આ કેહવાતનો આ ઉત્તમ ઉદાહરણ છે.
ધીરજના પિતા “મન્સારામ નામદેવ વાડીલે” ભંગાર લે-વેચવાનું કામ કરે છે. મહિને તેઓ ઉચ્ચક દસ હજાર કમાવે છે. માતા સુરેખા બેન એક કુશળ ગૃહિણી છે. ધીરજ અન્ય ગરીબ વિદ્યાર્થીઓને પ્રેરણારૂપ ઠરેલ છે. તેમજ સંપુર્ણ માળી સમાજ અને શાળા પરિવાર એના પર ખુબજ ગર્વ અનુભવી રહ્યા છે.