એજ્યુકેશન
રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ કલામાં શાળાને ગૌરવ અપાવે

સુરતઃ શહેરની ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ગાંધી નીવ (2-A GSEB-EM) અને પંચાલ દૃષ્ટિ (7-A GSEB-EM)માં અભ્યાસ કરે છે. તેઓએ બેંગ્લોરમાં યોજાયેલી 16મી રાષ્ટ્રીય ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો હતો, જેમાં બંને વિદ્યાર્થીઓએ ભારતમાંથી પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ બંને બાળકોને કલા રત્ન મેડલ અને પ્રશસ્તિપત્રથી સન્માનિત કરવામાં આવ્યા છે.
આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને મેનેજિંગ ડિરેક્ટર કિશનકુમાર માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ માલ્કમ સાયરસ પાલિયા સર દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.