ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં વિદ્યાર્થીઓની JEE(MAINS-2 ND PHASE)-2025 EXAM માં ઝળહળતી અભૂતપૂર્વ સફળતા

સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સ JEE(MAINS-2 ND PHASE)-2025 EXAM માં ઝળહળતો અભુતપૂર્વ દેખાવ કરીને રાંદેર અને અડાજણ ઝોનમાં સર્વોતમ્ પરિણામ મેળવેલ છે. શાળાના 8 વિદ્યાર્થીઓ 90 PR થી પણ વધુ સ્કોર કરી શ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું હતું.જે પૈકી
પટેલ જૈમીન જયંતભાઈ 98.98 PR સાથે પ્રથમ ક્રમે શાળામાં સ્થાન મેળવ્યું હતું. સાથે સાથે AIR 2813 માં સફળતા રેન્ક પ્રાપ્ત કરી શાળામાં નામ રોશન કર્યું અને અડાજણ વિસ્તાર આ રેન્ક પ્રાપ્ત કરી ગૌરવપૂર્ણ સ્થાન કર્યું હતું આ વિદ્યાર્થીનો ગુજરાત બોર્ડ દ્વારા લેવાતી પરિક્ષા ગુજકેટમાં પણ ૧૨૦ ગુણ માંથી ૧૨૦ ગુણ મેળવાનો દ્રઢસંકલ્પ છે
આ સાથે શાળાના અન્ય વિદ્યાર્થી તુષાર દાસ 94.49 PR રાજદીપસિંહ પરમાર 92.82 PR ,ગીતાંજલિ મૈત્ય 92.28 PR,કળથીયા શુભ 92.03 PR ,ગ્રેશી સેન 91.16 PR ,ટાંક દીપાન્જય 90.69 અને જીત છુન્છા 90.45 PR સુપર-૮ “SUPAR-8” માં સ્થાન મેળવી શાળાનું,શિક્ષકગણનું અને માતા-પિતા નું નામ રોશન કર્યું હતું
આ પરીક્ષામાં શાળાના A ગ્રુપ ના કુલ ૭૦ વિદ્યાર્થી મિત્રોએ JEE(Main) 2025 Session-2 Paper-1 પરિક્ષા અપાવી સફળ થયા હતા જેમાં ૪૦ જેટલા વિદ્યાર્થી 85.00 PR થી વધુ સ્કોર મેળવ્યો હતોઆ બાળકો દ્વારા હવે પછીની અને JEE(ADVANCE) માટે 24 વિદ્યાર્થી ક્વોલીફાય થયા હતા અને તૈયારી કરી ભારતની ટોપ IIT અને NIT માં એડમિશન મેળવવાનું લક્ષ્ય છે
આ માટે શાળાના આચાર્યગણ શ્રી તૃષાર પરમાર ,ડૉ વિરલ નાણાવટી અને માલકમ સી પાલીયા ધ્વારા 24 વિધ્યાર્થી ઓ JEE(ADVANCE) માટે ક્વોલિફાય થયેલ છે તે વિધ્યાર્થી માટે ખાસ JEE(ADVANCE) ના ક્લાસ શરૂ કરી દીધા છે.
આ શાળાએ આગળનાં બધા રેકોર્ડ તોડીને મોટી JEE -2025 પરિણામમાં મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી સાથે સાથે JEE(ADVANCE) માં 20 થી વધુ વિદ્યાર્થી ક્વોલીફાય તે બદલ શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા , કેમ્પસ ડાયરેક્ટર આશીષ વાઘાણી અને શાળા આચાર્યગણ દ્વારા વિદ્યાર્થી,વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ છે.