એજ્યુકેશન

ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા TRISરક્ષક” રાઇફલ શૂટિંગ ટ્રેનીંગ સેન્ટર શરૂ કરાયું

સુરતઃ એર રાઈફલ શૂટિંગ ગુજરાતમાં લોકપ્રિય બની રહ્યું છે જેમાં ગુજ્જુ રમતવીરો પોતાનું કૌશલ બતાવી રહ્યા છે. આ રમત આજની યુવાન પેઢી માટે આકર્ષણનું કેન્દ્ર બની છે પણ એક એર રાઈફલ શૂટર કઈ રીતે બની શકાય? આ માહિતીનો અભાવ પ્રતિભાશાળી હોવા છતાં યુવા પેઢીને સફળતાથી દૂર ધકેલે છે. આથી “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ” દ્વારા શાળાના વિદ્યાર્થી અને વાલી ગણ માટે શાળામાં “TRISરક્ષક”રાઇફલ શૂટિંગ ટ્રેનીંગ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ સેન્ટર શરૂ કરવા માટે મુખ્ય પ્રણેતા શાળાના મેનેજીંગ ડીરેક્ટર  કિશનભાઈ માંગુકિયા છે. તેમના જણાવ્યા મુજબ આજે બાળકોમાં મોબાઈલ ગેમનો ક્રેઝ વધી રહ્યો છે. જેથી બાળકો પોતાનામાં ધીરજ અને સમય સૂચક્તા જેવા ગુણો ગુમાવ્યા છે.

આ ઉપરાંત કોઈ પણ રમતમાં નિપુણતા હાંસલ કરવા તાલીમ અને માર્ગદર્શનની જરૂર પડે છે. આ રમતમાં કરિયર બનાવવા ઇચ્છનાર રાઈફલ શૂટર ક્લબ સાથે જોડાઈ આગળ વધી શકે છે. કોચ દ્વારા અપાતી તાલીમ દ્વારા અચૂક નિશાન અને લક્ષય તરફની એકાગ્રતા જેવી તાલીમ ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલના વિદ્યાર્થી અને વાલી ગણ મેળવશે.

સાથે સાથે શાળા દ્વારા શાળા કક્ષાએ ઇલેક્ટ્રીક પુલીથી સુસજ્જ રાઇફલ શૂટિંગની સાથે બેજીક લેવલથી લઈ એડવાન્સ લેવલનું એક્સપર્ટ કોચ દ્વારા કોચિંગ શાળામાં નેશનલપ્લેયર તૃપ્તિ ચેવલી અને ઇંડિયન રાઇફલ કોચ દ્વારા આપવામાં આવશે.

શાળા ઉપપ્રમુખ  જિગ્નેશભાઈ માંગુકિયાના મતે આ નવતર પ્રયોગ વિદ્યાર્થીઓમા ખાસ કરીને નીડરતા,નિયમિતતા,ત્વરિત નિર્ણય શક્તિ જેવા ગુણોનો વિકાસ કરવામાટેની પ્રાથમિકતા છે. તેથી આ ટ્રેનિગ સેન્ટરમાં 10 થી પણ વધુ એર રાઇફલ અને એર પિસ્તોલ નો સમાવેશ કર્યો છે. આ પ્રવૃતિ માટે શાળા પરિવારનો અને શાળા મેનેજમેંટ નો વાલીગણ દ્વારા આભાર માન્યો હતો

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button