ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં કેવી રીતે તણાવ મુક્ત રહેવું તે માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો
સુરતઃ ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા બોર્ડના વિદ્યાર્થીઓ માટે પરીક્ષામાં કેવી રીતે તણાવ મુક્ત રહેવું તે માટે માર્ગદર્શન સેમીનાર યોજાયો હતો.
સુરત સંજીવકુમાર ઓડિટોરીયમમાં શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થી તેમજ વાલીઓ માટે સી.બી.એસ.ઈ બોર્ડ અને ગુજરાત બોર્ડ તરફથી ગુજરાતના જાણીતા વક્તા શ્રી જય વસાવડા દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જેમાં કુલ 400 વિદ્યાર્થી અને 600 વાલીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમનો લાભ લીધો હતો.
આ સેમીનારમાં શાળાના ધોરણ-10 અને 12 બોર્ડ ફેબ્રુઆરી-માર્ચ-2024-25 માં આવનાર પરીક્ષામાં સફળતા મેળવવા માટે ભયમુક્ત પરીક્ષા, સમયનું આયોજન અને રીવીઝનનું આયોજન કેવી રીતે કરવું તેનું સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તદુપરાંત જય વસાવડા દ્વારા માતા-પિતાને પણ બાળકોને કઇ રીતે સાચા માર્ગે પ્રોત્સાહિત કરવા તથા વિદ્યાર્થીના શૈક્ષણિક ક્ષેત્રે કઈ રીતે બાળકોના સારા મિત્ર બની તેમની સફળતાના પથદર્શક બની શકે તેની સમજણ આપી હતી. વિદ્યાર્થીઓ માનસિક તણાવમુક્ત કઈ રીતે રહી શકે તેવી અવનવી રમતોની ચર્ચા કરવામાં આવી હતી.
શાળાના પ્રેસિડેન્ટ રામજીભાઇ માંગુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા દ્વારા યોજાયેલ કાર્યક્રમ “સફળતા કી ચિનગારી” માં બોર્ડ પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ અને વાલીઓને યોગ્ય નિર્દેશન આપી લક્ષ્ય સિદ્ધ કર્યું હતું. જેમાં શાળાના કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી, પ્રિન્સિપાલ તૃષાર પરમાર, પ્રિન્સિપાલ માલ્કમ પાલીયા અને તેમના શિક્ષકોએ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.