ઉચ્ચઅભ્યાસ અને સ્વાસ્થય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં સમગ્ર ભારતમાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો
સુરત, “સ્વચ્છતા એ સફળતાનો પ્રથમ માર્ગ છે” ગાંધીજીનો આ વાકયને સુરત શહેર ગુજરાત સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા સમગ્ર ભારતમાં ભારતના ઉચ્ચઅભ્યાસ અને સ્વાસ્થય મંત્રાલય દ્વારા આયોજિત સ્વચ્છ વિદ્યાલય પુરસ્કારમાં સમગ્ર ભારતમાં – પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો હતો
જેમાં ભારતની કુલ 15,00,000 સરકારી તેમજ ખાનગી શાળાનું મૂલ્યાંકન થયું હતું. આ મૂલ્યાંકન યુનિસેફ અને નિરવાના સંસ્થા દ્વારા થયેલ હતું તેમાં કુલ -6 કેટેગરી નક્કી કરેલ હતી જેમાં ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે 100% મૂલ્યાંકન સાથે પ્રથમ ક્રમ મેળવી સમગ્ર કેટેગરીમાં 100% મેળવ્યા હતા.
આ પુરસ્કાર દિલ્લી સ્થિત આકાશવાણી રંગભવન, દિલ્લી સંસદ માર્ગ ખાતે યોજાયો હતો. જેમાં મુખ્ય મહેમાન ડો. સુભાષ સરકાર (શિક્ષા મંત્રાલય) તેમજ ડો.રાજકુમાર રંજનસિંહ (શિક્ષા મંત્રાલય) દ્વારા “સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર” શાળાને અર્પણ કરવામાં આવ્યો હતો. આ પુરસ્કાર મેળવ્યા બાદ શાળાને ગુજરાત શિક્ષણ વિભાગના SPD વિભાગ તેમજ HOD દ્વ્રારા અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાતની કુલ 11,958 શાળામાં સુરતની ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલની આ સિદ્ધિએ સરકારી તેમજ ખાનગી શાળા માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.