નેશનલબિઝનેસસુરત

‘સમયનું ચક્ર બદલાયું છે, હવે ફરી વિશ્વ ભારત સાથે જોડાવા માટેનો રસ્તો શોધી રહ્યું છે : ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર

‘‘Corporate Summit 2024 - Bharat's Economic Rising’’ વિશે યોજાયેલા કાર્યક્રમમાં ભારતના વિદેશ મંત્રીએ સુરતના ઉદ્યોગકારોને સંબોધ્યા

સુરતઃ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (SGCCI) અને ફેડરેશન ઓફ ઈન્ડિયન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (FICCI)ના સંયુક્ત ઉપક્રમે સોમવાર, ૦૧ એપ્રિલ ર૦ર૪ના રોજ બપોરે ૧રઃ૩૦થી સાંજે ૦૪:૦૦ કલાક દરમિયાન પ્લેટિનમ હોલ, સરસાણા, સુરત ખાતે ‘‘Corporate Summit 2024 – Bharat’s Economic Rising’’નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય મહેમાન તરીકે પધારેલા ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સુરતના ઉદ્યોગકારોને સંબોધ્યા હતા.

ભારતના વિદેશ મંત્રી ડો. એસ. જયશંકરે સુરતના ઉદ્યોગકારોને સંબોધતી વખતે ગુજરાતીઓના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ‘જ્યારે પણ હું ગુજરાતમાં આવું છું, ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે. હું કયારેય પણ ભૂલતો નથી કે હું ગુજરાતનો પ્રતિનિધી છું. મારું માનવું છે કે, ગુજરાતીઓ ભારતમાં સૌથી વધુ ગ્લોબલાઈઝ લોકો છે. દેશમાં અનેક વિકાસલક્ષી અને ઈનોવેટીવ કાર્યો થઈ રહ્યા છે, ત્યારે દેશના યુવાનો પાસે વિવિધ ક્ષેત્રે અનેક તકો રહેલી છે.’

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘સમયનું ચક્ર બદલાયું છે, હવે ફરી વિશ્વ ભારત સાથે જોડાવા માટેનો રસ્તો શોધી રહ્યું છે. આજે ભારત ૩.૭ ટ્રિલિયન ઈકોનોમીની સાથે વિશ્વની પ નંબરની અર્થવ્યવસ્થા છે અને આગામી વર્ષોમાં ભારત ૩ નંબરની અર્થવ્યવસ્થા બનશે. કવોડમાં સામેલ ભારતનું પશ્ચિમી દેશો સાથે ઈમર્જિંગ ટેકનોલોજી સંબંધિત કોલાબોરેશન થવાના કારણે સેમી કન્ડકટર, ડ્રોન્સ, સ્પેસ, સોલાર, રિન્યુએબલ ક્ષેત્રમાં અનેક તકો રહેલી છે અને તેઓ માને છે કે ભારત એક યુનિક અને નોન–રિપેબલ પાર્ટનર છે તેમ જાણવા મળ્યું છે.’

બિઝનેસ માટે આફ્રિકાએ ભારત માટે પોતાના દ્વાર ખુલ્લા મૂકયા છે. આફ્રિકામાં ભારતીયો માટે બિઝનેસની અનેક તકો રહેલી છે. બિઝનેસમાં વૃદ્ધિ કરવી હોય તો માર્કેટ અને નવી ટેકનોલોજીને પાર્ટનર બનાવવાની હોય છે, ત્યારે ભારત માટે યુરોપ, યુ.એસ., જાપાન અને તાઈવાન ખૂબ જ સારા પાર્ટનર છે. ભારત કન્ઝયુમર દેશ હોવાના કારણે વિશ્વના નેચરલ રિસોર્સિસ પ્રોવાઈડર દેશ રુસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયા ઉપર પર ધ્યાન આપવાની જરૂર છે. ભારતના ઉદ્યોગ સાહસિકોએ ભારતનું સ્થાન જાણવું જોઈએ. સમગ્ર વિશ્વનું માર્કેટ ભારતની પાછળ પડયું છે.

ભારત રાઈઝિંગની વાત કરીએ ત્યારે દુનિયાને લાગે છે કે, એ જમાનો ગયો જ્યારે ભારતને આપણે ગરીબીની સાથે જોડતા હતા. હાલમાં જે ભારત છે તે ચંદ્રયાન, UPI, 5G, કોવેકિસનનું ભારત છે. વધુમાં તેમણે સુરતના ઉદ્યોગકારોને કહયું હતું કે, બિઝનેસ એટલે દેશની ક્ષમતા અને રોજગાર. એના માટે દેશમાં લોજિસ્ટીક અને ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ઉપર વધારે ધ્યાન આપવામાં આવી રહયું છે. ગતિશકિત પ્રોજેકટને કારણે દેશ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટમાં હજી આગળ વધશે.

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button