અન્ય

હિન્દુ વારસા અધિનિયમની કલમ ૨૨ હેઠળનો અગ્રહકક ખેતીની જમીનને પણ લાગુ પડે છે

હિન્દુ વારસા અધિનિયમ, ૧૯૫૬ અમલી બન્યા બાદ, જો બિનવસિયતી અવસાન પામનાર વ્યકિત દ્વારા ધારણ કરાયેલ કોઈ સ્થાવર મિલકત અથવા ધધામાં રહેલ હિત અનુસુચિના વર્ગ ૧ માં નિર્દિષ્ટ બે અથવા વધુ વારસો ઉપર સંક્રમિત થાય છે અને જો આવા વારસો પૈકીનો કોઈપણ એક મિલકત અથવા ધંધામાં રહેલ તેનું/ તેણીનું હિત તબદીલ કરવાનો પ્રસ્તાવ આપે છે, તો અન્ય વારસોને આવા તબદીલ કરવામાં આવનાર હિતને સંપાદિત કરવાનો અગ્રહકક રહે છે. તેવા હિતના સંપાદન માટેનો અવેજ તે બે વારસો વચ્ચે પરસ્પરની સમજૂતી પ્રમાણેનો હોઈ શકે અને આવા કોઈ કરારના અભાવમાં તે બાબતનો નિર્ણય અધિનિયમની કલમ રર હેઠળ દાખલ અરજી ઉપર કોર્ટે કરવાનો રહે છે. જો ખેતીની જમીન’ના કેસમાં અધિનિયમની કલમ–૨૨ ની લાગ અસરને નાબૂદ કરવામાં આવે તો, તેમાંની આવી પરોપકારી જોગવાઈનો હેતુ જ વિફળ થઈ જાય. જમીનના ખાતાઓના ટૂકડા પડતા અટકાવવાનો, એક બિનવસિયતી દ્વારા પાછળ છોડવામાં આવેલ સ્થાવર મિલકત અને ધંધામાં અજાણ્યા વ્યક્તિને દાખલ થવાથી અટકાવવાનો અને સૌથી મહત્વનો બિનવસિયતી અવસાન પામનારને તેના સ્વંગવાસ ઉપર એ બાબતની શાંતિ આપવાનો છે કે, તેના તેણીના અવસાન બાદ, અનુગામીઓ કોઇ ત્રાહિત વ્યક્તિને અથવા અજાણ્યા માણસને તેના તેણી દ્વારા પાછળ છોડવામાં આવેલ અસ્કયામત ધંધામાં દાખલ થવાની પરવાનગી આપે નહીં. આથી હિન્દુ વારસા અધિનિયમની કલમ ૨૨ હેઠળનો અગ્રહકક ખેતીની જમીનને પણ લાગુ પડે. તેવો સિધ્ધાંત નામદાર હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા રામ તારી અને બીજા વિરુદ્ધ રત્તન ચંદ્ર અને બીજા, રેગ્યુલર સેકન્ડ અપીલ નં. :૧૭૭/૨૦૧૫ ના કામે તા.૧૧–૧૦–૨૦૧૮ ના રોજ આખરી હુકમ કરી ઉપર મુજબનો સિદ્ધાંત પ્રસ્થાપિત કરવામાં આવેલ છે.

(આ લેખ લખનાર એડવોકેટ દિપક એ પાટીલ રાજયનાં પ્રખ્યાત ધારાશાસ્ત્રી છે. જમીન વિષયક સલાહ માટે સંપર્ક કરો- ઓફીસ નંબર – 8320326591)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button