
સુરતઃ ફેડરેશન ઓફ તેલંગાણા ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના એક પ્રતિનિધિ મંડળે શુક્રવારે પાંડેસરા ખાતે લક્ષ્મીપતિ ઇન્ડસ્ટ્રીઝની મુલાકાત લીધી હતી. લક્ષ્મીપતિ ગ્રૂપના ડિરેક્ટર સંજય સરાવગીએ જણાવ્યું કે 1917માં સ્થપાયેલી 106 વર્ષ જૂની સંસ્થાના પ્રતિનિધિમંડળમાં ફેડરેશનના પ્રમુખ અનિલ અગ્રવાલ, ઉપપ્રમુખ મીલા જયદેવ સહિત સ્ટીલ, ટેક્સટાઈલ, રક્ષા વિભાગ, હેવી એન્જિનિયરિંગ, આઈટી, ટાયર- ટ્યુબ વગેરે ધંધાના લોકો આવ્યા. આ દરમિયાન તેમણે પાંડેસરા ખાતે લક્ષ્મીપતિ ગૃપની ડાઈંગ મિલ, સચિન ખાતેના વિવિંગ યુનિટ અને પલસાણા ખાતે હેવી એન્જિનિયરિંગ યુનિટની મુલાકાત લીધી હતી.
તેમણે ટેક્સટાઈલ યુનિટ, વર્ક કલ્ચર, સ્વચ્છતા વગેરેની પ્રશંસા કરી હતી. આ દરમિયાન તેમણે સુરત સાથે ટેક્સટાઈલ, હેવી એન્જિનિયરિંગ વગેરે સહિતના અનેક ઉદ્યોગોમાં પરસ્પર સહકારથી આગળ કેવી રીતે આગળ વધી શકાય તેની વિગતવાર ચર્ચા કરી હતી. લક્ષ્મીપતિ ગ્રુપ દ્વારા સૌનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું.