એજ્યુકેશન

‘ટેકવૉર2024’: વિદ્યાર્થીઓના ટેક ટેલેન્ટને સુવર્ણ અવસર આપતી રેડ & વ્હાઇટ ઇન્સ્ટિટ્યૂટની અનોખી પહેલ

સ્પર્ધાના જ્યુરી તરીકે બોલીવુડની મિર્ઝાપુર, સ્કેમ1992, પાતાલલોક ફિલ્મ-સિરીઝના પોસ્ટર ડિઝાઈનર મોહિતભાઈ રાજપૂત ઉપસ્થિત રહ્યા

સુરત: વિદ્યાર્થીઓના પ્રગતિશીલ ભવિષ્ય માટે એક નવું માળખું આપી તેમને ટેક ક્ષેત્રમાં સફળતા નો દરવાજો ખોલવા સક્ષમ બનાવવાના ઉદેશ્યથી ગુજરાતની પ્રસિદ્ધ આઇટી ઇન્સ્ટિટ્યૂટ રેડ & વ્હાઇટ મલ્ટિમિડીયા એજ્યુકેશન દ્વારા ભવ્ય “TechWar 2024” ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં સંસ્થાની વિવિધ 22 શાખાઓમાં આયોજિત આ સ્પર્ધામાં 3000 થી વધુ પ્રતિસ્પર્ધીઓએ મોડર્ન & એડવાન્સ ટેકનોલોજી ક્ષેત્રની વિવિધ સ્પર્ધાઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પોતાના કૌશલ્ય નું શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને આકર્ષક ટ્રોફી અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

નેટફ્લિક્સ, એમેઝોન અને સોની લિવ સાથે મિર્ઝાપુર, સ્કેમ1992, પંચાયત, ધ ફેમિલી મેન, પાતાલલોક જેવી બોલીવુડની પ્રસિદ્ધ ફિલ્મ-સિરીઝના પોસ્ટર ડિઝાઈનર શ્રી મોહિત રાજપૂત જ્યુરી તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે, “સુરતના યુવાઓને ફિલ્મ મેકિંગમાં કરિયર ક્ષેત્રે રાહ ચિન્દવાનો આ શ્રેષ્ઠ દ્વાર છે. હું પોતે આ ઇન્ડસ્ટ્રીથી આવું છું ત્યારે હું જાણું છું કે આ ક્ષેત્રે કેટલા પડકારો આવતા હોય છે ત્યારે રેડ & વ્હાઇટ દ્વારા આવા ઈવેન્ટ્સ વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થશે. વધુમાં તેમને જણાવ્યું કે વિદ્યાર્થીઓ નો અનેરો ઉત્સાહ, ક્રિએટિવિટી અને પ્રેજેન્ટેશન નો સંગમ જોઈ કોને વિજેતા ઘોષિત કરવા જે મારા માટે હાલ પડકારજનક બન્યું છે.

અહીં ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધામાં શોર્ટ ફિલ્મ મેકિંગ ઉપરાંત CSS માસ્ટર, ડિજિટલ ડિફેન્સ, 2D to 3D ચેલેન્જ, લોગો લીગ, બ્રાન્ડિંગ બાદશાહ, C સુનામી, C++ પ્રેડેટર્સ, ઈન્ફોગ્રાફિક્સ વીડિયો મેકિંગ, સાયબર યોદ્ધા, અકાઉન્ટિંગ વોરિયર, UI યુદ્ધ – રીડિઝાઇન ચેલેન્જ, C મિની, ગેમજેમ જેવી ટેક ગેમ્સ યોજાઈ હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button