સુરત : ભારતની સહજ ટેકનિકલ ક્ષમતા, સંષોધન અને વિકાસ ઉપર કામ કરવામાં ધ્યાન કેન્દ્રિત કરવાને કારણે તે દુનિયામાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે અગ્રણી તરીકે ઉભરી આવશે તેમ ભારતની મોખરી મોડ્યુલ મેન્યુફેકચરીંગ કંપની નવિટાસ સોલારના ડાયરેકટર, ફાયનાન્સ એન્ડ સ્ટ્રેટેજી વિનીત મિત્તલે જણાવ્યું.
મિત્તલે આનો ઉલ્લેખ સુરતમાં તા. 18 જૂનના રોજ ભારતની સૌથી મોટી સ્ટાર્ટ-અપ સમીટ 21By72-Season 2 માં “India ascends: The Next Tech Superpower” વિષયે પેનલ ચર્ચામાં મંતવ્ય આપતાં કર્યો હતો.
શ્રી મિત્તલે જણાવ્યું હતું કે ટેકનોલોજી ક્ષેત્રે તાજેતરનાં વર્ષોમાં ભારતે અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. દુનિયાભરમાં ભારતની ટેકનિકલ પ્રતિભાઓ ની પ્રશંસા થઈ રહી છે. પરંપરાગત ક્ષેત્રો ઉપરાંત આપણે રિન્યુએબલ એનર્જી અને ખાસ કરીને સોલાર એનર્જી ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન આપી રહયા છીએ. ટેક્નોલોજી આપણને સૂર્યની શક્તિનો વધુ અસરકારક રીતે ઉપયોગ કરવામાં સક્ષમ બનાવી રહી છે, ઉપરાંત સ્ટોરેજ ક્ષેત્રે જે ઈનોવેશન હાથ ધરાયાં છે તેને કારણે આપણે ચોવીસ કલાક આ વીજળીનો ઉપયોગ કરી શકીઅ છીએ. ભારત જ્યારે R&D અને ઈનોવેશન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે, જેથી તે ટેકનિકલ સુપર પાવર તરીકે પોતાનુ સ્થાન વધુ મજબૂત કરશે.
પેનલ ચર્ચામાં લોજીકવીન્ડ ના સ્થાપક યોગેશ કાબરા, XYXX એપરલ્સના સ્થાપક સૌષ્ઠવ ચક્રવર્તી, સીપ્લીના સહસ્થાપક અને સીઈઓ તથા ક્રીબના સીઈઓ અને સહસ્થાપક સની ગર્ગ પણ સામેલ થયા હતા. આ સેશનનુ સંચાલન Thoghtsmiths માં સ્કીલ સ્ટ્રેટેજીસ્ટ અને ઈન્ટરનેશનલ કોર્પોરેટ ટ્રેઈનર પૂજા માલુએ કર્યુ હતું.
સમીટમાં આ પહેલાં શ્રી મિત્તલે પ્રેઝન્ટેશન રજૂ કર્યુ હતું અને આગામી 10 વર્ષમાં કંપની ની મોડ્યુલ મેન્યુફેકચરીંગ ક્ષમતા વધારીને વાર્ષિક 1.7 GW કરવા અંગેની વિગતો આપી હતી. નવિટાસે તાજેતરમાં તેની ક્ષમતા વધારીને વાર્ષિક 500 MW કરવા માટે 5 મિલિયન ડોલરનુ ભંડોળ મેળવ્યુ છે. વિસ્તરણને કારણે કંપની રિન્યુએભલ એનર્જિ, ઈકો ફ્રેન્ડલી અને વિશ્વાસપાત્ર સોલ્યુશન્સ મેળવવા ઈચ્છતા ગ્રાહકોના મોટા સમુદાયને તથા રિટેઈલ ગ્રાહકોને સર્વિસ પૂરી પાડી શકશે. નવિટાસ સોલાર હાલમાં ખાસ કરીને અમેરિકા, યુરોપ અને આફ્રિકા જેવાં વિશ્વનાં બજારોમાં આગળ ધપવા સક્રિય છે.