બિઝનેસ

Tata Neu એપ પર ટાટા એઆઈએની લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ લોન્ચ કરી

સુરત – ટાટા એઆઈએ લાઇફ ઇન્શ્યોરન્સ સાથે ના સહયોગ થી ટાટા ડિજિટલે તેના પ્લેટફોર્મ Tata Neu પર વ્યાપક લાઇફ ઇન્શ્યોરન્સ પ્રોડક્ટ્સ ની રેન્જ રજૂ કરી છે. આ વ્યૂહાત્મક પહેલ Tata Neu ને ગ્રાહકોની નાણાંકીય જરૂરિયાતો માટે વન-સ્ટોપ-શોપ તરીકે ની સ્થિતિ ફરી થી મજબૂત કરે છે. પહેલા 90 દિવસોમાં રૂ. 250 મિલિયનના એએનપી સાથે ઉમળકા ભેર પ્રતિસાદ મળ્યો.

ગ્રાહકોનો અનુભવ વધારવા માટે ઇન્શ્યોરન્સ ખરીદીની પ્રક્રિયા ને માત્ર ત્રણજ ક્લિક સાથે સરળ બનાવવામાં આવી છે. ગ્રાહકના ડેટા અને ઇન સાઇટ દ્વારા સમર્થિત પ્રી-અપ્રૂવ્ડ ઓફર્સ ને તરતજ રજૂ કરવામાં આવે છે જેનાથી  જરૂરી ડોક્યુમેન્ટેશનની જરૂરિયાત દૂર થાય છે. પોલિસી ડોક્યુમેન્ટ્સ ત્યારબાદ સરળ રીતે ઇશ્યૂ થાય છે અને થોડીજ સેકન્ડ્સમાં ઇ-મેલ કરી દેવાય છે જેનાથી સરળ અને સુગમ ખરીદીનો અનુભવ પૂરો પાડી શકાય છે. Tata Neu ની રિવાર્ડ પ્રપોઝિશન સાથે જોડાયેલા રહી ને ગ્રાહકો NeuCoins પણ મેળવી શકે છે જેને સમગ્ર ટાટા ઇકોસિસ્ટમમાં રીડિમ કરી શકાય છે જેની સાથે Tata Neu એચડીએફસી ક્રેડિટ કાર્ડ ધારકોને વધારાના લાભો પણ મળશે..રૂ. 2 કરોડ સુધીના પ્રી-અપ્રૂવ્ડ સમ એશ્યોર્ડ સાથે મહા સુરક્ષા સુપ્રીમ સિલેક્ટ જે વાટર્મ લાઇફ ઇન્શ્યોરન્સ સોલ્યુશન્સ થોડી જક્લિક માં ખરીદી શકાય છે.

ટાટા ડિજિટલના ચીફ બિઝનેસ ઓફિસર-ઇન્શ્યોરન્સ અમરીષ ખેરે આ સહયોગ અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ટાટા એઆઈએ સાથે ની અમારી ભાગીદારી Tata Neu પર ફાઇનાન્શિયલ સર્વિસીઝ માટેનો મહત્વ પૂર્ણ માઇલ સ્ટોન છે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button