એથ્લેટીક્સમાં ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલનું ગૌરવ

સુરત: શહેરની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ એ હાલમાં જ સીબીએસઈમાં ઝળહળતી સફળતા મેળવ્યા બાદ ફરી એકવાર સ્કૂલ માટે ગૌરવની ક્ષણ આવી છે. રાજ્ય સરકાર દ્વારા ચાલતા ખેલ મહાકુંભમાં પણ સ્કૂલના વિદ્યાર્થીએ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરીને સ્કૂલનું નામ રોશન કર્યું છે.
રાજ્ય સરકાર દ્વારા રાજ્યના યુવા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું. એ ખેલ મહાકુંભ અત્યારે રાજ્યભરના ખેલાડીઓ માટે પોતાની પ્રતિભા સાબિત કરવા માટેનું ઉત્તમ પ્લેટફોર્મ બની ગયું છે. વર્ષે ખેલમહાકુંભ 3.0 રાજ્ય કક્ષાની એથ્લેટીક્સ સ્પર્ધાનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નડિયાદ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યભરમાંથી વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા.
સ્પર્ધામાં 30 મીટર દોડમાં સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ધો.3માં અભ્યાસ કરતા વિવાન ભૂરા એ અંડર -9 કેટેગરીમાં સિલ્વર મેડલ મેળવ્યો હતો. સ્કૂલ દ્વારા આપવામાં આવેલ ટ્રેનિંગ અને તેના પોતાની મહેનત દ્વારા તેણે સ્કૂલના બીજા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સિદ્ધિ બદલ સ્કૂલ પરિવાર દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા.