ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે રસપ્રદ સુપર માર્કેટ ફિલ્ડ ટ્રીપ નું આયોજન
વિદ્યાર્થીઓએ સુપર માર્કેટ મેનેજમેન્ટ અને પ્રોડક્ટ પ્લેસમેન્ટ અંગે પ્રાયોગિક જાણકારી મેળવી

સુરત: ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ માટે સુપર માર્કેટની રસપ્રદ ફિલ્ડ ટ્રીપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રી પ્રાયમરી ના વિદ્યાર્થીઓ જોડાયા હતા. વિદ્યાર્થીઓમાં મેનેજમેન્ટ અને પ્લાનિંગ જેવી સ્કીલ ડેવલપ થાય તે માટે ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ નવા નવા કાર્યક્રમો આયોજિત કરતું જ રહે છે જે અંતર્ગત પ્રિ પ્રાયમરી ના વિદ્યાર્થીઓએ રિલાયન્સ સુપર માર્કેટની મુલાકાતે લઈ જવાયા હતા. આ ફિલ્ડ ટ્રીપનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓમાં સુપર માર્કેટ માં થતી તમામ કામગીરીનું સંચાલન કેવી રીતે થાય છે તે સમજાવાનો હતો. સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા આ પ્રકારની ટ્રીપ નું આયોજન અવાર નવાર થતું રહે છે.
આ ફિલ્ડ ટ્રીપ દ્વારા બાળકોએ સુપર માર્કેટ માં મળતી વિવિધ વસ્તુઓ અને તેના ઉપયોગની સાથે તેના અવલોકન ની સ્કીલ ડેવલપ કરી હતી. વધુમાં પોતાની સોશિયલ સ્કીલ અને કોમ્યુનીકેશન સ્કીલ ને વધુ મજબૂત કરી હતી.
ભાર વગરના ભણતર ને વધુ મજેદાર બનાવવાના પ્રયત્નો
ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અને પ્રિન્સિપાલ કે. મનોહર મેક્સવેલ એ જણાવ્યું કે ભણતર ને વધુ સરળ અને મજેદાર બનાવવા માટે ફિલ્ડ ટ્રીપ જેવી એકિટવિટી કરાવવામાં આવે છે. આવા આયોજન થકી બાળકોની બૌધિક ક્ષમતાને વધારવાના પણ પ્રયત્ન કરાઈ રહ્યા છે. સુપર માર્કેટના આવા બેઝિક મેનેજમેન્ટ ના કર્યો વિદ્યાર્થીઓએ નજીકથી નિહાળીને પોતાનું નોલેજ વધાર્યું છે. આવા સફળ આયોજન થકી બાળકોને દરેક ક્ષેત્રે એક પગલું આગળ કેવી રીતે રેહવું તેના વિશે પણ લાભકારી માહિતી મેળવી હતી.



