એજ્યુકેશન

ટી. એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં સિનિયર સેકેન્ડરી વિદ્યાર્થીઓનો ભવ્ય ગ્રેજ્યુએશન ડે ઉજવાયો

ચીફ ગેસ્ટ સહિત પેરેન્ટ્સ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા

સુરત: ટી. એમ. પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૫–૨૬ ના સિનિયર સેકેન્ડરી એટલે કે ધોરણ ૧૨ના વિદ્યાર્થીઓનો ગ્રેજ્યુએશન ડે ગૌરવ અને આનંદભર્યા માહોલમાં ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં ચીફ ગેસ્ટ ની સાથે મોટી સંખ્યામાં આવેલા પેરેન્ટ્સ એ વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.

કાર્યક્રમની શરૂઆત શિક્ષકો અને ગ્રેજ્યુએટ થતા વિદ્યાર્થીઓની ગૌરવસભર પરેડ સાથે થઈ હતી, ત્યારબાદ પ્રાર્થના અને દીપ પ્રગટાવવાથી સમગ્ર કાર્યક્રમને શુભ અને અર્થસભર આરંભ કરાયો હતો. આ અવસરે મુખ્ય અતિથિ, ચેરમેન , ટ્રસ્ટી મંડળના સભ્યો, ડિરેક્ટર/પ્રિન્સિપલ તથા શાળાના નેતૃત્વ ટીમનું હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

મુખ્ય અતિથિનું સન્માન, મહાનુભાવોના પ્રેરણાદાયી પ્રવચનો તેમજ હેડ બોય અને હેડ ગર્લ દ્વારા રજૂ કરાયેલા ‘શબ્દોના મોતી’એ કાર્યક્રમને વિશેષ યાદગાર બનાવ્યો હતો. ધોરણ ૧૨ સાયન્સ અને કોમર્સ પ્રવાહના વિદ્યાર્થીઓને મેડલ તથા સ્ક્રોલ પ્રદાન કરવાનો ગૌરવપૂર્ણ ક્ષણ વર્ષોની મહેનત, સંઘર્ષ અને સમર્પણનું શ્રેષ્ઠ પ્રતિબિંબ બની રહ્યો હતો.

આ પ્રસંગે ટી.એમ.પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના ડિરેક્ટર અને પ્રિન્સીપાલ કે.મનોહર મેક્સવેલ એ જણાવ્યું કે, ભવિષ્ય માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવાનું અને તેમને એક આદર્શ નાગરિક બનવાની સાથે જે ક્ષેત્રોમાં તેઓ જશે ત્યાં સફળતા જ પ્રાપ્ત કરશે તેવી શુભેચ્છા.

સંગીતમય અને ભાવસભર રજૂઆતો, આભાર પ્રદર્શન તથા રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમ ગૌરવ અને આશાના સંદેશ સાથે પૂર્ણ થયો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button