સુરતમાં નવા વર્ષ 2026નું ભવ્ય સ્વાગત: ‘ધ ફાઈનલ કાઉન્ટ ડાઉન’ના 9મા એડિશનમાં સંગીત અને ઊર્જાનો ધમાકો
વેસુ ખાતે યોજાયેલી ડાન્સ અને મ્યુઝિકલ ઈવનિંગમાં 3,500થી વધુ યુવાનોની હાજરી

સુરત: નવા વર્ષ 2026નું સ્વાગત સુરત શહેરે અનોખી અને ઊર્જાભરી રીતે કર્યું. વેસુ સ્થિત રિબાઉન્સ ખાતે યોજાયેલી ‘ધ ફાઈનલ કાઉન્ટ ડાઉન’ની 9મી આવૃત્તિએ સંગીત, ડાન્સ અને ઉત્સાહથી ભરપૂર માહોલ સર્જ્યો. રોયલ ટીન્સ રિબાઉન્સ દ્વારા આયોજિત અને ટીવીએસ ના ટાઇટલ પાર્ટનરશિપ હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં શહેર સહિત દેશના વિવિધ વિસ્તારોમાંથી આવેલા યુવાનો મોટી સંખ્યામાં ઉમટ્યા.
સાંજે 7 વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં ડી જે ચાર્લી, ડીજે ધ્રુવ, ડી જે દક્ષ એ પોતાની ધમાકેદાર પરફોર્મન્સથી હાજર દર્શકોને ઝૂમતા કરી દીધા. સાથે જ આરકે નાસિક ઢોલ ની પરંપરાગત ઢોલની તાલે સમગ્ર માહોલને ઉત્સાહ અને ઉર્જાથી ભર્યો. મધરાતે નવા વર્ષની ગણતરી સાથે આખું વેન્યુ ઉજવણીમાં તરબોળ બન્યું.
ઇવેન્ટના સ્પોક્સપર્સન અને રોયલ ટીન્સ ઇવેન્ટ્સના માલિક ઉત્કર્ષ ભગતે જણાવ્યું કે આ 9મા એડિશનમાં અંદાજે 3,500થી વધુ લોકો હાજર રહ્યા હતા. સુરક્ષા, લાઈટિંગ, સાઉન્ડ અને કુલ વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખીને કાર્યક્રમને સુવ્યવસ્થિત રીતે સંચાલિત કરવામાં આવ્યો હતો, જેના કારણે હાજર રહેનારોએ નિર્ભય અને આનંદદાયક અનુભવ કર્યો.
“માર્કેટની હાલની પરિસ્થિતિ હોવા છતાં અમે ગુણવત્તા અને અનુભવ સાથે કોઈ સમજૂતી કરી નથી. સતત આગળ વધવું અને દર વર્ષે વધુ સારું આપવું એ અમારું લક્ષ્ય છે. 9મી આવૃત્તિમાં મળેલો પ્રતિસાદ અમારા માટે મોટી પ્રેરણા છે.”
આયોજક ચિરાયુ સોમાણીએ પણ કાર્યક્રમની સફળતા બદલ ટીમ, કલાકારો અને હાજર તમામ મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો.
‘ધ ફાઈનલ કાઉન્ટ ડાઉન’ના 9મા એડિશને સુરતમાં નવા વર્ષની ઉજવણીને યાદગાર બનાવી અને આગામી વર્ષોમાં પણ આ ઇવેન્ટ વધુ ભવ્ય રૂપે યોજાશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી.



