સુરત: શહેરના પર્વત પાટિયા મગોબ વિસ્તારમાં આવેલી અમેઝિયા ક્લબ ખાતે 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ સુરત જ્વેલરી શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રથમ વખત છે જ્યારે આ વિસ્તારના રહેવાસીઓને પોતાના ઘરની નજીક આટલા મોટા પાયે જ્વેલરી શોનો અનુભવ મળી રહ્યો છે.
આયોજક રિકિન વ્યાસે જણાવ્યું કે, “આ શોમાં 17 થી વધુ જ્વેલર્સ ભાગ લઈ રહ્યા છે અને તેઓ પોતાના નવા કલેક્શન સાથે આવ્યા છે. લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને આ શો ખાસ ઉપયોગી થશે.” પર્વત પાટિયા અને મગોબ વિસ્તાર મારવાડી સમુદાયનો ગઢ માનવામાં આવતો હોવાથી, આયોજકોએ આ વિસ્તારને પ્રથમ પસંદગી આપી છે. અમેઝિયા ક્લબ જેવી પ્રીમિયમ લોકેશન પર આ શોનું આયોજન કરવા પાછળનો મુખ્ય હેતુ ગ્રાહકોને ઉચ્ચ કક્ષાનો અનુભવ આપવાનો છે.
સુરત જ્વેલરી શોના પ્રદર્શક બિશનદયાલ જ્વેલર્સ (સરેલા શોપિંગ સેન્ટર)ના માલિક નિશાંત ડિબ્રેવાલાએ જણાવ્યું હતું કે અમારું નવું કલેક્શન અહીં પ્રદર્શનમાં છે. મોદીજીની આકૃતિ ચાંદીમાં બનાવવામાં આવી છે. પ્રાચીન વસ્તુઓ અને હીરાની વિવિધ શ્રેણીના ભવ્ય સંગ્રહ સાથે પ્રથમ વખત આ વિસ્તારમાં આવ્યું છે. લગ્નની સિઝનને ધ્યાનમાં રાખીને અહીં નવી ડિઝાઈન લાવવામાં આવી છે. અમારા દેશભરમાં 22 શોરૂમ છે અને 35 વર્ષથી સુરતમાં છીએ. આગામી લગ્ન અને દિવાળીની સિઝનને ધ્યાનમાં રાખીને એન્ટિક અને પોલકી કલેક્શન રાખવામાં આવ્યું છે. અમે આ વિસ્તારના લોકોને સુરત જ્વેલરી શોમાં કલેક્શન જોવા આવવા અને અમને સપોર્ટ કરવા અપીલ કરીએ છીએ.
VN મલજી સમૃદ્ધિ સિલ્વરના હૃદય મલજીએ જણાવ્યું કે અમે અહીં 95 સિલ્વર કલેક્શનમાં વિશાળ વેરાયટી લાવ્યા છીએ. શુદ્ધ 95 ચાંદીના સિક્કા રજૂ કરવામાં આવ્યા છે. અમે સુરતનું સૌથી મોટું સિલ્વર કલેક્શન લાવ્યા છીએ.સમૃદ્ધિ સિલ્વર 3 વર્ષથી કામ કરે છે પરંતુ અમારી મુખ્ય સંસ્થા વી નવીનચંદ્ર મલજી 85 વર્ષ જૂની પેઢી છે. અમે વર્ષોથી આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છીએ, હું પાંચમી પેઢી છું. તમે સોનાના દાગીનામાં જે જુઓ છો, તે જ 95 ચાંદીમાં લાવવામાં આવ્યું છે. જે ડેસ્ટિનેશન વેડિંગ કે નાના ફંકશનમાં પહેરી શકાય છે. બ્રાઈડલ જ્વેલરી અને ડેઈલી જ્વેલરી પણ લાવ્યા છે. એકવાર આ શોમાં આવો અને ચાંદીના દાગીનાની વિવિધતા જુઓ. લોકોના સ્વાદ અને ખરીદીની પસંદગીને ધ્યાનમાં રાખીને અમે વિવિધતા લાવ્યા છીએ.
હેલ્થ અને હોસ્પિટલ કમિટી નાં ચેરમેન મનીષા આહિરે જણાવ્યું હતું કે પરવત પાટિયા વિસ્તારમાં આયોજિત સુરત જ્વેલરી શોમાં સુરતની પ્રખ્યાત બ્રાન્ડ્સ ભાગ લઈ રહી છે. જ્વેલરી એ સ્ત્રીની સુંદરતાનો એક ભાગ છે. સ્ત્રી અને ઝવેરાત એકબીજાના પૂરક છે. મેં આખો શો જોયો છે અને હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે જો કોઈ પણ મહિલા આ શોમાં આવશે, તો તેને જરૂરી જ્વેલરી ગમશે.