સાયન્સ ઓલમ્પિયાડમાં ટીએમ પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ મેળવ્યા વિવિધ મેડલ્સ

સુરત: સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ માટે ગૌરવની ક્ષણ આવી છે. હાલમાં જ વિવિધ ગેમ્સ અને એક્ટિવિટીમાં મેડલ્સ જીત્યા બાદ હવે ધો.2માં વિદ્યાર્થીઓ એ કમાલ કરી છે.
હાલમાં જ આયોજિત થયેલા સાયન્સ ઓલમ્પિયાડ ફાઉન્ડેશન દ્વારા ઓલમ્પિયાડ-2024-25નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધો.2માં અભ્યાસ કરતી આરુહી રાકેશ પ્રસાદે ઇન્ટરનેશનલ મેથેમેટિક ઓલમ્પિયાડમાં ભાગ લીધો હતો જેમાં તેને ઇન્ટરનેશનલ સિલ્વર મેડલ જીત્યો હતો જેની સાથે ગોલ્ડ મેડલ ઓફ ડિસ્ટિંક્શન અને સેકંડ ઇન્ટરનેશનલ રેન્ક પણ મેળવ્યો હતો. જેની સાથે ધો.2 માં અભ્યાસ કરતા સાર્થ બછાવત એ ઇન્ટરનેશનલ કોમ્પ્યુટર સાયન્સ ઓલમ્પિયાડમાં ભાગ લીધો હતો જેમાં તેને ગોલ્ડ મેડલ ઓફ ડિસ્ટિંક્શન મેળવ્યું હતું. બાળકોમાં બૌદ્ધિક અને તાર્કિક ક્ષમતાઓને વિકસિત કરવા માટે ટી એમ પટેલ ઇન્ટરનૅશન સ્કૂલ દ્વારા અનેક એક્ટિવિટી કરાવવામાં આવે છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા બંને વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.