રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પિસ્તોલ ચેમ્પિયનશિપમાં મેળવી સિધ્ધિ
વિદ્યાર્થીઓએ કહ્યું કે એક દિવસ અમે પણ ઓલિમ્પિકમાં મેડલ જીતીશું
સુરત : ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રભાવશાળી પ્રદર્શન કરીને 10 મીટર પિસ્તોલ (NR) યુવા પુરૂષ વ્યક્તિગત કેટેગરીમાં સિલ્વર મેડલ અને જિલ્લા કક્ષાએ જુનિયર પુરૂષ વ્યક્તિગત કેટેગરીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. વિદ્યાર્થીઓએ કહ્યું કે એક દિવસ અમે પણ ઓલિમ્પિકમાં મેડલ જીતીશું.
ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના શાળાના CBSE ના વિદ્યાર્થી કીયાન જાદવે 4″ ઓપન સાઉથ સેન્ટ્રલ ગુજરાત શૂટીંગ કોમ્પિટિશન- 2024 માં જિલ્લા કક્ષાએ 10 m પિસ્તોલ (NR) યુથ મેન વ્યકિતગત કેટેગરીમાં સિલ્વર મેડલ તેમજ જુનિયર મેન વ્યક્તિગત કેટેગરીમાં ચોથું સ્થાન મેળવી પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે.
આ સાથે શાળાની GSEB ની વિદ્યાર્થીની જાનવી મારુ અમદાવાદમાં આયોજિત 60″ ગુજરાત રાજય રાઇફલ એસોશિએશનમાં મહિલા યુવા વર્ગમાં 10 m એર વેયન્સમાં સિલ્વર મેડલ મેળવ્યો.
શાળાના મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી, પ્રિન્સિપાલ તૃષાર પરમાર, પ્રિન્સિપાલ માલકમ સાયરસ પાલીયા અને તેમના કોચ તૃપ્તિ ચેવલે દ્વારા વિદ્યાર્થીઓની સિધ્ધિઓ પર ગર્વ અનુભવ્યો.