રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ SGFI રાજ્ય સ્તરીય સ્કેટિંગ સ્પર્ધામાં મેડલ જીત્યા

સુરતની જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ SGFI સ્ટેટ લેવલ સ્કેટિંગ સ્પર્ધામાં અભૂતપૂર્વ વિજય મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે.
આ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી અંગદ પાંડેને 500 મીટર, 1000 મીટર અને 2000 મીટર રેસમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયું છે. તેમજ જનિત જોશીને 3000 મીટર રોડ રેસમાં બ્રોન્ઝ મેડલ તથા રોડ 1 લેપમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયું છે.
તદુપરાંત 45 મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025 માં અંગદ પાંડેને 1000 મીટરમાં બ્રોન્ઝ મેડલ તેમજ જનિત જોશીને 2000 મીટર ડયુઅલ ટીટી, રોડ 1 લેપ અને 100 મીટર રોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યું છે.
વિદ્યાર્થીના આ પરિશ્રમથી તેમની પસંદગી CBSE કલસ્ટર નેશનલ સ્કેટિંગ સ્પર્ધા માટે તેમજ SGFI નેશનલ્સ માટે તથા 45 મી ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2025 માં નેશનલ્સમાં કરવામાં આવી છે.
વિદ્યાર્થીઓની આ અજોડ સિધ્ધિ બદલ શાળાના ચેરમેન રામજીભાઇ માંગુકિયા, વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડાયરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડાયરેક્ટર આશિષ વાઘાણી અને પ્રિન્સિપાલ તૃષાર પરમારે તેમજ શિક્ષકો અને કોચ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવવામાં આવી છે.



