ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ નાં વિદ્યાર્થીઓની JEE (MAINS-2 ND PHASE) EXAM માં અભૂતપૂર્વ સફળતા

સુરત ખાતે જહાંગીરબાદ સ્થિત શાળા ધી રેડીયન્ટ ઇન્ટરનેશનલ સ્કુલનાં વિદ્યાર્થીઓએ ધો. 12 સાયન્સ JEE(MAINS-2 ND PHASE) EXAM માં અભુતપૂર્વ દેખાવ કરીને સર્વોતમ્ પરિણામ મેળવેલ છે. શાળાના કુલ 22 વિદ્યાર્થીશ્રેષ્ઠ પરિણામ લાવી શાળાનું નામ રોશન કર્યું હતું.જે પૈકી
1) રક્ષિત મોદી 99.78 PR સાથે પ્રથમ ક્રમે
2) સમય પટેલ 99.61 PR સાથે બીજા ક્રમે
3) અર્ણવ રોય 99.49 PR સાથે ત્રીજા ક્રમે
4) અમિત વિશ્વકર્મા 97.66 PR સાથે ચોથા ક્રમે
5) ગાબાણી યુગ 97.24 PR સાથે પાંચમા ક્રમે
તેમજ 17 થી વધુ વિદ્યાર્થી 95 PR અને 25 થી પણ વધુ વિદ્યાર્થી 90 PRથી પણ વધુ માર્કસ મેળવી સ્થાન મેળવી શાળાને ગૌરવપૂર્ણ શિક્ષણ ક્ષેત્રમાં સ્થાન અને માતા-પિતા નું નામ રોશન કર્યું હતું
ઉપરોક્ત તમામ વિદ્યાર્થીના JEE(MAINS-1 ST PHASE) EXAM માં મેળવેલ PR કરતાં JEE(MAINS-2 ND PHASE) માં 5% થી લઈ 10% સુધીનો ઐતિહાસિક વધારો નોધાયો હતો અને આ તમામ શ્રેય શાળાની સાયન્સ વિભાગની ટીમ ને ફાળે જાય છે વિદ્યાર્થીની સાથે સાથે આ શિક્ષકમિત્રો નો પણ ધ્યેય શાળાના તમામ વિદ્યાર્થીનું JEE 2ND PHASE નું પરિણામ JEE 1ST PHASE કરતાં વધુ આવે અને તે તેમની અથાગ મહેનતના કાર્ય ધ્વારા સિદ્ધ કરી બતાવ્યુ.
આ પરીક્ષામાં શાળાના A ગ્રુપ ના 102 વિદ્યાર્થી મિત્રોએ ભાગ લઈ સફળ થયા હતા જેમાં આ બાળકો દ્વારા હવે પછીની JEE(ADVANCE) ની તૈયારી કરી ભારતની ટોપ IIT માં એડમિશન મેળવવાનું લક્ષ્ય છે આ માટે શાળાના આચાર્ય શ્રી તૃષાર પરમાર અને ડૉ વિરલ નાણાવટી દ્વારા જે વિધ્યાર્થી ઓ JEE(ADVANCE) માટે ક્વોલિફાય થયેલ છે તે વિધ્યાર્થી માટે ખાસ JEE(ADVANCE) ના ક્લાસ શરૂ કરી દીધા છે. સાથે સાથે આ JEE(ADVANCE) માટે ક્વોલિફાય થયેલ વિદ્યાર્થીઓ PYQ(પાસ્ટ યર ક્વેસ્ચન) થીયરી પર શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કિશનભાઈ માંગુકિયા પર શિક્ષકગણને કાર્ય કરવા માર્ગદર્શન આપ્યું હતું.
આ શાળાએ છેલ્લા છ વર્ષના બધા રેકોર્ડ તોડીને મોટી સિધ્ધિ પ્રાપ્ત કરી તે બદલ, ડાયરેક્ટર આશીષ વાઘાણી અને શાળા આચાર્યગણ દ્વારા વિદ્યાર્થી,વાલીમિત્રો તથા શિક્ષકગણને ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે તથા વિદ્યાર્થીઓ જીવનમાં બીજી ઘણી સિધ્ધિઓ હાંસલ કરે તેવી પ્રેરણા આપવામાં આવેલ છે.