ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થી નેશનલ લેવલ ડાન્સ સ્પર્ધામાં બીજો ક્રમ આવ્યા
“જીવન એક જંગ છે,લડવું રહ્યું..
પણ આપણે ક્યાં વાંધો છે..
આત્મવિશ્વાસ નામનું શસ્ત્ર જો આપણી પાસે રહ્યું”
આવીજ આત્મવિશ્વાસથી અને કઠોર પરિશ્રમથી લક્ષ્ય પ્રાપ્ત કરી અમારી શાળા ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના વિદ્યાર્થી દ્વારા નેશનલ લેવલ ડાન્સ સ્પર્ધામાં યુ પી ના મેરઠ શહેર સ્થિત શોભિત યુનિવર્સિટી માં 12 મી ઓલ ઇન્ડિયા ડાન્સ સ્પોર્ટ્સ ચેમ્પયનશીપ યોજાયેલ હતી. આ સંપૂર્ણ સ્પર્ધા અમેરિકન લેટિન બોલરુમ ડાન્સ સ્ટાઇલ પર આધારિત છે. આ સ્પર્ધામાં ભારત ના 17 જેટલા રાજ્યો ના 300 જેટલા સ્પર્ધકો એ ભાગ લીધેલ હતો.
ધ રેડીયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલ ના ડાન્સ શિક્ષક જય પટેલ જેમને 11 વર્ષ નો અનુભવ છે તેના નેતૃત્વ હેઠળ શાળાના ના 5 વિદ્યાર્થી ઓ એ ભાગ લીધો હતો. શાળાના વિદ્યાર્થી આસ્થા નંદગવાલી અને યુગ ઓજા ને ગોલ્ડ મેડલ તથા ત્રિશા મકવાણા, વેદાંત પટેલ અને શ્રેયા પટેલ ને સિલ્વર મેડલ પ્રાપ્ત કરી શાળા નું નામ અને તેમાં પરિવાર નું નામ રોશન કર્યું.આ રીતે ઘી રેડિઇન્ટ ઇન્ટરનેશનલ સ્કુલ એ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી ગુજરાત રાજ્યનો બીજો ક્રમાંક મેળવ્યો હતો.
શાળા ના સ્થાપક અને માર્ગદર્શક રૂપ એવા રામજીભાઈ માંગુકિયા મેનેજીંગ ડીરેકટર કિશનભાઇ મંગુકિયા અને શાળા ના કેમ્પસ ડીરેકટર આશિષ વાધાણી અને શાળા આચાર્ય તૃષાર પરમાર, ધર્મેશ જોષી દ્વારા દરેક વિદ્યાર્થી ને અભીનંદન પાઠવ્યા હતા અને ભવિષ્યમાં ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવી હતી તેમજ ડાન્સ ના શિક્ષક ને શુભેચ્છા સાથે આગળ પણ વધુ જ્વલંત સફળતા માટે પ્રોત્સાહિત કર્યા હતા.