ટી એમ પટેલ ઇન્ટનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ એ રાજસ્થાની કઠપૂતળી કલા ને ફરી જીવંત કરી

સુરત: કોઈ કલ્ચર તેના વારસા ને સાચવી રાખવા માટે ખૂબ મહેનત કરે છે. તેના કલાકારો દ્વારા પણ આવી કલા ને જીવંત રાખવા માટે ભરપૂર પ્રયત્નો કરવામાં આવે છે. ત્યારે સુરતની ખ્યાતનામ ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ ઓએ આવી જ એક કલાને જીવંત રાખવા માટે પોતાનો ફાળો આપ્યો છે રાજસ્થાન ની પ્રસિદ્ધ કઠપૂતળી કલા ને જીવંત રાખવા માટે વિવિધ પ્રકારની કઠપૂતળી બનાવી ને તેનો મનોરંજનમાં કઈ રીતે ઉપયોગ થાય છે તે અંગે ની માહિતી અને કાર્યક્રમ રજૂ કર્યો હતો.
ટી એમ પટેલ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ધો.૪ ના વિદ્યાર્થીઓએ આ પરંપરાગત રાજસ્થાની કથપૂતળી કલા ને જીવંત રાખવા પોતાનો અમૂલ્ય ફાળો આપ્યો છે. આ કથપૂતળી ને બનવા માટે સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વસ્તુનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. લાકડાની ચમચી, આઈસ્ક્રીમ ની ચમચી ઉપરાંત રંગબેરંગી કપડાં અને બીજી અન્ય વસ્તુઓ ઉપયોગમાં લેવામાં આવી હતી. બાળકોએ પોતાની ક્રિએટિવ દ્વારા કઠપૂતળી બનાવીને સ્કૂલ સ્ટાફને આશ્ચર્યચકિત કરી દીધા હતા. બીજી તરફ તમામ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડતા સ્કૂલ પ્રાંગણ માં પણ અનેરું વાતાવરણ જોવા મળ્યું હતું
ટીમ વર્ક અને વિદ્યાર્થીઓમાં ક્રિયેટિવિટી વધારવાનો પ્રયાસ:- કે.મેક્સવેલ મનોહર, પ્રિન્સિપાલ, ટી એમ પટેલ ઇન્ટનેશનલ સ્કૂલ
વિદ્યાર્થીઓને હર હંમેશ કઈક નવું શીખવાડવા માટે ટી એમ પટેલ સ્કૂલ પ્રયત્નશીલ રહે છે. આ વખતે રાજસ્થાની કલ્ચર ને જીવંત રાખવા માટે કઠપૂતળી બનાવવાની જે કાર્યક્રમ યોજાયો તેમાં વિદ્યાર્થીઓ ઘણા ઉત્સાહિત દેખાય હતા. ટીમ વર્ક અને કલા અંગે કુશળતા કઈ રીતે દાખવી શકાય તે વિશે વિદ્યાર્થીઓએ માહિતી મેળવી હતી.