શ્રી સ્વામિનારાયણ એકેડેમીનું ધોરણ 10 અને 12 માં 100 ટકા રિઝલ્ટ
સુરત : અડાજણ સ્થિત શ્રી સ્વામિનારાયણ એકેડેમી એટલે જ્ઞાન શિક્ષણ અને સંસ્કારો નો ત્રિવેણી સંગમ છેલ્લા 25 વર્ષોથી અવિરત પણે શિક્ષણ દ્વારા સમાજ અને રાષ્ટ્રની સેવાના હતો તે શાળાના ટ્રસ્ટી આચાર્ય તેમજ સ્ટાફ મિત્રો સમર્પિત રહે છે. શિક્ષણમાં પ્રતિવર્ષ પ્રતિદિન અવનવા પ્રયોગો પદ્ધતિઓ દ્વારા શિક્ષણને રસપ્રદ અને બાળકોને રુચિકર બનાવવાના ઈનોવેટિવ પ્રયાસ સતત કરવામાં આવે છે. છેલ્લા 25 વર્ષથી સતત ધોરણ 10 અને ધોરણ 12 માં 100 % રિઝલ્ટ આપવામાં શાળા સફળ રહી છે.
આચાર્ય શ્રીમતી પાત્રા મેમ સુપરવાઇઝર શ્રીમતી પાલનેમ તથા સમસ્ત શિક્ષક ગણ ના ના પરિશ્રમ અને પ્રોત્સાહનથી આ વર્ષે પણ ધોરણ 10 માં 100% પરિણામ આવેલ છે. કુલ 127 વિદ્યાર્થીઓ માથી 50 વિદ્યાર્થીઓ A1 Grade માં તથા 77 વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે ઉતીર્ણ થયેલ છે. અને ધોરણ 12 સાયન્સ અને કોમર્સ નું સો ટકા પરિણામ આવેલ છે. કુલ ધોરણ 12 ના 155 વિદ્યાર્થીઓમાંથી 49 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ માં તથા 106 જેટલા વિદ્યાર્થીઓ ફર્સ્ટ ક્લાસ સાથે ઉત્તીર્ણ થયેલ છે. ધોરણ 10 માં
વ્રજ જોષી S.S અને સંસ્કૃત માં 100 ગુણ
ક્રિશા પટેલ સંસ્કૃત માં 100 ગુણ
જન્મય સાહ S.S માં 100 ગુણ
રુદ્ર સદડીવાલા સંસ્કૃત માં 100 ગુણ અને ધોરણ 12 કોમર્સ માં વ્રજ તમાકુવાલા એકાઉન્ટ માં 100 ગુણ પ્રાપ્ત કરેલ છે.
શાળાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિ વલ્લભદાસજીએ સમસ્ત વિદ્યાર્થી ગણ શિક્ષક ગણ તેમજ વાલીઓને શુભેચ્છા તથા સુભાષિત પાઠવેલ છે. સંચાલક દિનેશભાઈ ગોંડલીયા અને હિંમતભાઈ ગોંડલીયાએ તમામ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો અને વાલી મિત્રો ને તેમના યોગ્ય સંકલનથી જ સારામાં સારું પરિણામ મેળવી શકાયું. જે બદલ સૌને શુભેચ્છા પાઠવેલ છે.