સોની ઈન્ડિયાએ નવું કાર એવી રિસિવર XAV-AX8500 લોન્ચ કર્યુ
સુરત: સોની ઈન્ડિયાએ આજે કાર એવી રિસિવર્સની તેની લાઈનમાં નવા ઉમેરા XAV-AX8500ની જાહેરાત કરી હતી. XAV-AX8500 યુઝર્સના પર્સનલ વિઝ્યુઅલ અને ઓડિયો અનુભવ મુજબ કસ્ટમાઇઝેબલ અનુભવ ઓફર કરે છે તથા ઉદ્યોગની સર્વોચ્ચ ગુણવત્તા પૂરી પાડે છે. નવા મોડલમાં અનોખી ટિલ્ટ અને સ્વિવેલ મિકેનિઝમ સાથેની મોટી એચડી સ્ક્રીન છે તથા વધુ ઉચ્ચ વિઝ્યુઅલ અને ઓડિયો પર્ફોર્મન્સ માટે વિવિધ કસ્ટમાઇઝેશન ફીચર્સ છે. કિંમત- મોડલ-XAV-AX8500 -શ્રેષ્ઠ કિંમત (રૂ. માં)- 99,990/-
ગેપલેસ એન્ટી-ગ્લેર ડિસ્પ્લે સાથે હાઇ-ડેફિનિશન કેપ્ટિવ 10.1 ઈંચ ટચસ્ક્રીન, એડહેસિવ સાથે પ્રોટેક્ટિવ ગ્લાસ ટચ લેયર સાથે સીધી જોડાયેલી છે જે અત્યંત સચોટ સ્પર્શનો અનુભવ કરાવે છે. 1280 x 720 એચડીટચસ્ક્રીન સલામતી અને ઉપયોગમાં સરળતા માટે ઉચ્ચયુઝર ઇન્ટરફેસ આપે છે. તે તમારા વ્હીકલ અને સ્ટાઇલને અનુરૂપ કસ્ટમાઇઝેબલ આઇકોન પોઝિશનિંગ અને વોલપેપર સાથે સ્વચ્છ ડિઝાઇન દર્શાવે છે.
એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ ઓટો સાથે વાયરલેસ સ્માર્ટફોન કન્વર્ઝન, XAV-AX8500માં એચડીએમઆઈ કનેક્ટિવિટી સુગમ રીતે જોવાનો અનુભવ પૂરો પાડે છે, રોજબરોજની મુસાફરી માટે કસ્ટમાઇઝેબલ વ્યૂઇંગ એંગલ માટે સરળતાથી એડજસ્ટ થઈ શકે તેવી ટિલ્ટ અને સ્વિવેલ મિકેનિઝમ, XAV-AX8500ની અદ્વિતીય સાઉન્ડ કસ્ટમાઇઝેશન ક્ષમતાઓ સાથે તમારા ઓડિયો અનુભવને અપગ્રેડ કરો, XAV-AX8500 સાથે અનન્ય સાઉન્ડ ક્વોલિટી અનુભવ માટે એલડીએસી માણો.