સોની ઈન્ડિયાએ BRAVIA થિયેટર ક્વાડ સાથે નવા સ્તરનું હોમ સિનેમા એન્ટરટેઇનમેન્ટ રજૂ કર્યું

સુરત – સોની ઈન્ડિયાએ આજે BRAVIA થિયેટર ક્વાડના લોન્ચ સાથે હોમ એન્ટરટેઇનમેન્ટનું ભવિષ્ય લોન્ચ કર્યું હતું. આ એક અભૂતપૂર્વ ઓડિયો સિસ્ટમ છે જે સિનેમેટિક અનુભવને પુનઃવ્યાખ્યાયિત કરે છે. દર્શકોને તેમની ફેવરિટ મૂવીઝ અને ટીવી શૉમાં મગ્ન કરવા માટે ડિઝાઇન કરાયેલી BRAVIA થિયેટર ક્વાડ અત્યાધુનિક ટેક્નોલોજીને અનેરી ડિઝાઇન સાથે ભેળવીને અદ્વિતીય સાઉન્ડ ક્વોલિટી અને ઇમર્સન આપે છે.
360 સ્પેટિલ સાઉન્ડ મેપિંગ, સાઉન્ડ ફિલ્ડ ઓપ્ટિમાઇઝેશન અને આઈમેક્સ એન્હાન્સ્ડ અને ડોલ્બી એટમોસ સાથેની કમ્પેટિબિલિટી જેવા ફીચર્સ સાથે BRAVIA થિયેટર ક્વાડ ઓડિયન્સને તેમના પોતાના ઘરમાં જે પ્રકારના ઓડિયોનો અનુભવ કરે છે તેમાં ક્રાંતિ લાવવાનું વચન આપે છે. મોડલ– BRAVIA થિયેટર ક્વાડ- શ્રેષ્ઠ કિંમત (રૂ. માં)– Rs.1,99,990/-
BRAVIA થિયેટર ક્વાડ 360 સ્પેટિલ સાઉન્ડ મેપિંગ રજૂ કરે છે જે હોમ ઓડિયોમાં ક્રાંતિ લાવે છે. આ આધુનિક ટેક્નોલોજી થ્રી-ડાયમેન્શનલ ઓડિયો એન્વાયર્મેન્ટ ઊભું કરે છે જે સાંભળનારી વ્યક્તિને ચારેય દિશાઓમાંથી અવાજનો અનુભવ કરાવે છે. તે પ્રોફેશનલ સિનેમાના ઇમર્સિવ સાઉન્ડસ્કેપ્સનું અનુસરણ કરે છે અને મોટી સ્ક્રીનના જાદુને સીધા જ તમારા લિવિંગ રૂમમાં લાવે છે.
BRAVIA થિયેટર ક્વાડમાં સાઉન્ડ ફિલ્ડ ઓપ્ટિમાઇઝેશન તમારા રૂમના લેઆઉટ પ્રમાણે ઓપ્ટિમલ ઓડિયો પર્ફોર્મન્સ સુનિશ્ચિત કરે છે. દરેક સ્પીકર, રૂમ એકોસ્ટિક અને સાંભળનારની સ્થિતિની સંબંધિત ઊંચાઈ અને સ્થિતિને માપ્યા પછી આ માહિતીના આધારે તે જગ્યા અને સાંભળનારની સ્થિતિની એકોસ્ટિક લાક્ષણિકતાઓનું વિશ્લેષણ કરતા મલ્ટીપલ ફેન્ટમ સ્પીકર બનાવશે.