
સુરત : દરેક વખતની જેમ આ વર્ષે પણ ભવ્યા ફાઉન્ડેશન અંતર્ગત 29 સપ્ટેમ્બર રવિવારના રોજ સુરેશ જ્ઞાનવિહાર યુનિવર્સિટી જગતપુરા જયપુરના કાલિન્દી ઓડીટેરીયમ માં આંતરરાષ્ટ્રીય મૈત્રી સંમેલન અને ડાયમંડ ડિગ્નિટી એવોર્ડ 2024 નું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ સંસ્થા દર વર્ષે કેન્સર પીડિત પેશન્ટ, શારીરિક રૂપથી અક્ષમ અને આટિજમ વરિયર્સ બાળકો , નેત્રહીન બાળકો તેમજ બાલ બસેરામાં રહેતા બાળકો માટે સેવા કાર્ય કરે છે. તેમજ વિવિધ રમતોમાં અગ્રેસર જેમને પાવર લિફ્ટિંગ , સંગીતમય યોગા, બેસ બોલ સોફ્ટ બોલ ,ખો – ખો , રિલે રેસ, કરાટે , જુડો કરાટે જેવી રમતોમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર ભારતનું નામ રોશન કર્યું છે. તેવા ખેલાડીઓને પણ સ્ટેજ ઉપર સન્માનીત કરે છે. તેમજ સાહિત્ય, શિક્ષા , કલા ક્ષેત્ર , સમાજ સેવા, ફેશન, જ્યોતિષ્ય ,કૃષિ, નૃત્ય, સંગીત ,મીડિયા, કુકિંગ ,પત્રકારિતા જેવા ક્ષેત્રોમાં વિશે યોગદાન આપેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવે છે.
જેમાં જનકપુર- નેપાલ, કાઠમંડુ – નેપાલ , ટોરંટો – કનાડા , ઓટવા- કનાડા, ડર્બન, સાઉથ આફ્રિકા, દોહા, કતર , કેપટાઉન- સાઉથ આફ્રિકા, મોસ્કો, રુસ, મસ્કટ- ઓમાન, સિડની, ઓસ્ટ્રેલિયા, નીધરલેન્ડ- યુરોપ, સિંગાપુર, SANDIESO- USA , સિકાગો, મોરિયસ, બેસ્ટર – UK, લંડન – UK, ધાના ગણરાજ્ય-પશ્ચિમ આફ્રિકા, સૈન એન્ટોનિયો- ટેક્સાસ ( સંયુક્ત રાજ્ય અમેરિકા) ઓકલેન્ડ- ન્યૂઝીલેન્ડ ,ઢાકા ,બાંગ્લાદેશ જેવા વિવિધ ભાગોમાંથી ભાગ લઈ રહ્યા છે.
જેમાં સુરત ( ગુજરાત ) ના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સંત સાવતા માળી પ્રાથમિકશાળા ક્રમાંક 226 ના શિક્ષક મહેન્દ્ર જગન્નાથ ખંગાર એમણે એમના કાર્યક્ષેત્રે બાળકો માટે કરેલ વિવિધ પ્રવૃત્તિઓ, કલાક્ષેત્ર , શિક્ષણ ક્ષેત્રે, તેમજ નવતર પ્રયોગ જેવા અને બાબતોને ધ્યાને રાખી ” ઇન્ડિયન ડાયમંડ ડિગ્નિટી એવોર્ડ-૨૦૨૪ ” ટ્રોફી ,સર્ટિફિકેટ ,મેડલ તેમજ રાજસ્થાની પાઘડી પહેરાવીને સન્માનિત કરવામાં આવશે.