બિઝનેસ

સેમસંગ ટીવી પ્લસ દ્વારા ટોપ ક્રિયેટર્સની લાઈનઅપ સાથે અનોખો કન્ટેન્ટ સોદો કર્યો

માર્ક રોબર્સની ભારતમાં પ્રથમ સમર્પિત ફાસ્ટ ચેનલના વૈશ્વિક પ્રીમિયર સહિત ખાસ ભાગીદારી

ગુરુગ્રામ, ભારત, 13 નવેમ્બર, 2025 – ભારતની અવ્વલ ફ્રી એડ- સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટેલિવિઝન (ફાસ્ટ) સર્વિસે ઘરમાં સૌથી મોટા સ્ક્રીન પર તેમની ખાસ ફાસ્ટ ચેનલ સ્ટ્રીમ કરવા માટે ટોચના વૈશ્વિક ક્રિયેટર્સની સ્લેટ સાથે ભાગીદારી ધરાવે છે.

ભારતમાં લોન્ચ કરાયેલી છ ક્યુરેટેડ ચેનલોમાં માર્ક રોબર્સની પ્રથમ સમર્પિત ફ્રી એડ- સપોર્ટેડ સ્ટ્રીમિંગ ટીવી ચેનલના વૈશ્વિક પ્રીમિયર સહિતનો સમાવેશ થાય છે. સેમસંગ ટીવી પ્લસ હવે 160થી વધુ ચેનલો ઓફર કરે છે, જે ભારતમાં 4 મિલિયનથી વધુ સેમસંગના સ્માર્ટ ટીવી પર ઉપલબ્ધ છે.

71 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઈબરો સાથે નાસાના ભૂતપૂર્વ એન્જિનિયર, શોધક, શિક્ષણખર્તા અને પૃથ્વી પર સૌથી પ્રભાવશાળી ક્રિયેટરમાંથી એક માર્ક રોબર દુનિયાભરના ટેલિવિઝનના દર્શકો માટે વિજ્ઞાન, ક્રિયાત્મકતા અને ખુશીનું સિગ્નેચર મિશ્રણ લાવે છે.

“હું હંમેશાં માનતો રહ્યો છું કે વિજ્ઞાન અને એન્જિનિયરિંગ ઉત્સુકતા અને ક્રિયાત્મકતા માટે ફક્ત ફેન્સી શબ્દો છે,’’ એમ માર્ક રોબરે જણાવ્યું હતું. ‘‘આ ચેનલ દુનિયાભરના વધુ લોકો સુધી તે જોશ ફેલાવવાની રીત છે. આ રીત શિક્ષણને મોજીલું બનાવવાની રીત છે, જે તમે કરવા માગો, નહીં કે તમને કશુંક કરવું પડે.’’

ક્રિયેટર ચેનલોની નવીનતમ સ્લેટ મિશેલ ખરેની ચેલેન્જ એક્સેપ્ટેડ, એપિટ ગાર્ડનિંગ ટીવી, ધ ટ્રાય ગાયઝ, બ્રેવ વાઈલ્ડરનેસ અને ધ સોરીગર્લ્સ ટીવી સહિત સ્ટ્રીમિંગ સેવા માટે પ્રકારની વ્યાખ્યા કરતા વોઈસીસની નવી લહેર લાવે છે.

આ અનોખો કન્ટેન્ટ સોદો વિશ્વ કક્ષાના ક્રિયેટર્સ માટે પ્રીમિયમ ડેસ્ટિનેશન તરીકે ટેલિવિઝનના નવા યુગને આકાર આપવા માટે સેમસંગ ટીવી પ્લસ દ્વારા વ્યાપક, વૈશ્વિક વિસ્તરણો હિસ્સો છે અને મનોરંજન ઘરમાં મોટી સ્ક્રીન પર જે રીતે દેખાય છે તેમાં નવો દાખલો બેસાડે છે.

“માર્ક રોબરના વિજ્ઞાન, ક્રિયાત્મકતા અને ઉત્સુકતાનું સંમિશ્રણ દુનિયાના લાખ્ખો લોકોને પ્રેરિત કરે છે,’’ એમ સેમસંગ ટીવી પ્લસના સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ અને ગ્લોબલ હેડ સાલેક બ્રોડસ્કાયે જણાવ્યું હતું. “અમારા વૃદ્ધિ પામતા ક્રિયેટર રોસ્ટરના ભાગરૂપે માર્ક રોબર ટીવીએ પેઢીઓને એકત્ર લાવતી અજાયબીનું સમાન ભાન મઢી લે છે. અમને માર્કનું સ્વાગત કરવામાં અને સેમસંગ ટીવી પ્લસ થકી દુનિયાભરના વધુ દર્શકો સામે ક્રિયેટર્સની અમારી વ્યાપક સ્લેટ લાવવાનું રોમાંચક છે.’’

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button