સેમસંગે ભારતમાં ગેલેક્સી A55 5G, ગેલેક્સી A35 લોન્ચ કરવા સાથે મિડ-પ્રીમિયમ સેગમેન્ટમાં આગેવાની મજબૂત બનાવી
સુરત, ભારત – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા અદભુત નવીનતા સાથે ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G લોન્ચ કર્યાની આજે ઘોષણા કરી હતી. નવાં A સિરીઝ ડિવાઈસીસ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન, AI દ્વારા બહેતર બનાવવામાં આવેલાં કેમેરા ફીચર્સ અને ચેડાંરહિત સલામતી સમાધાન, સેમસંગ નોક્સ વોલ્ટ સહિત ઘણા બધા ફ્લેગશિપ જેવા ફીચર્સ વગેરે સહિત ઘણા બધા અન્ય નવા ફીચર્સ ધરાવે છે.
“ગેલેક્સી A સિરીઝ છેલ્લાં બે વર્ષથી ભારતમાં સૌથી વધુ વેચાતી સ્માર્ટફોન સિરીઝ રહી છે, જે ભારતના MZ ગ્રાહકોમાં તેની ભરપૂર લોકપ્રિયતા દર્શાવે છે. ગેલેક્સી A55 5G અને A35 5Gનું લોન્ચ બધા માટે પહોંચક્ષમ ફ્લેગશિપ- જેવાં ઈનોવેશન્સ બનાવવા અમારી કટિબદ્ધતા પર ભાર આપે છે. ગેલેક્સી A55 5G અને A35 5Gદેશમાં 5G સેગમેન્ટમાં અને ઝડપથી વૃદ્ધિ પામતા મિડ- પ્રીમિયમ (INR 30,000-INR 50,000)માં અમારી આગેવાની વધુ મજબૂત બનાવવામાં અમને મદદરૂપ થશે,” એમ આદિત્ય બબ્બર, વાઇસ પ્રેસિડેન્ટ, એમએક્સ બિઝનેસ, સેમસંગ ઇન્ડિયા જણાવ્યું હતું.
ડિઝાઈન અને ડ્યુરેબિલિટી જેવી ફ્લેગશિપ:
પહેલી વાર ગેલેક્સી A55 5Gમાં મેટલ ફ્રેમ મળશે અને ગેલેક્સી A35 5Gમાં પ્રીમિયમ ગ્લાસ બેક મળશે. આ ફોન ત્રણ ટ્રેન્ડી રંગો- ઓસમ લિલેક, ઓસમ આઈસ બ્લુ અને ઓસમ નેવીમાં મળશે અને IP67 રેટેડ છે, જેને અર્થ તાજાં પાણીના 1 મીટરમાં 30 મિનિટ સુધી રહી શકે છે. તે ધૂળ અને માટીથી રહિત નિર્માણ કરાયા છે.
6.6-ઈંચ FHD+ સુપર AMOLEDડિસ્પ્લે અને મિનિમાઈઝ્ડ બેઝલ્સ સાથે 120Hz રિફ્રેશ રેટ અત્યંત સહજ કામગીરી પૂરી પાડે છે. આ સ્માર્ટફોન્સ ફ્રન્ટ અને બેક પર કોર્નિંગ ગોરિલા ગ્લાસ વિક્ટસ+ પ્રોટેકશન સાથે ડ્યુરેબિલિટી જેવી ફ્લેગસિપ સાથે આવે છે.
કેમેરા ઈનોવેશન્સ જેવી ફ્લેગશિપ:
આ નવી A સિરીઝના સ્માર્ટફોન્સ યુઝર્સની કન્ટેન્ટ ગેમને નવી ઊંચાઈએ લઈ જવા માટે ઘણા બધા ઈનોવેટિવ AI-બહેતર કેમેરા ફીચર્સ સાથે આવે છે. આ ફીચર્સમાં ફોટો રિમાસ્ટર, ઈમેજ ક્લિપર અને ઓબ્જેક્ટ ઈરેઝર વગેરેનો સમાવેશ થાય છે. ગેલેક્સી A55 5G અને A35 5G AI ઈમેજ સિગ્નલ પ્રોસેસિંગ (ISP) દ્વારા બહેતર નાઈટોગ્રાફી સાથે 50 MP ટ્રિપલ કેમેરા સાથે આવે છે, જે A-સિરીઝ પર અગાઉ ક્યારેય નહીં જોઈ હોય તેવી અદભુત ઓછા પ્રકાશની છબિ નિર્માણ કરે છે.
ફ્લેગશિપ લેવલ સિક્યુરિટીઃ
સેમસંગ નોક્સ વોલ્ટ સિક્યુરિટી A- સિરીઝમાં પહેલી વાર આવી છે, જે ફ્લેગશિપ લેવલ સિક્યુરિટીને વધુ લોકોને પહોંચક્ષમ બનાવે છે. હાર્ડવેર આધારિત સિક્યુરિટી સિસ્ટમ હાર્ડવેર અને સોફ્ટવેરના હુમલા સામે વ્યાપક રક્ષણ પ્રદાન કરે છે. તે ડિવાઈસ પર અત્યંત મહત્ત્વપૂર્ણ ડેટાનું રક્ષણ કરવામાં મદદ કરે છે, જેમાં લોક સ્ક્રીન ક્રિડેન્શિયલ્સ, જેમ કે, પિન કોડ્સ, પાસવર્ડસ અને પેટર્ન્સનો સમાવેશ થાય છે.
આજ સુધીનો ઉત્તમ પરફોર્મન્સ:
સંપૂર્ણ નવું Exynos 1480 પ્રોસેસર 4nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્મિત છે, જે ગેલેક્સી A55 5Gને પાવર આપે છે, જ્યારે ગેલેક્સી A35 5G Exynos 1380 પ્રોસેસરમાં અપગ્રેડ કરાયું છે, જે 5nm પ્રોસેસ ટેકનોલોજી પર નિર્મિત છે. આ પાવર-પેક્ડ ફોન્સ 70%+વિશાળ કૂલિંગ ચેમ્બર સાથે અનેક NPU, GPU અને CPU અપગ્રેડ્સ સાથે આવે છે, જે તમે ગેમ રમતા હોય કે મલ્ટી-ટાસ્ક, સ્મૂધ આઉટપુટની ખાતરી રાખે છે.
આ બધી ઓસમ બહેતરી સાથે ગેલેક્સી A55 5Gમાં 12GB RAMની રજૂઆત આ કિંમતના સેગમેન્ટમાં આ ડિવાઈસને ખરા અર્થમાં પરિવર્તનકારી બનાવે છે.