સેમસંગ દ્વારા ટેક-સાવી ભારતીય ગ્રાહકો માટે AI અને હાઈપર કનેક્ટિવિટી રજૂ કરાઈઃ સેમસંગના વાઈસ ચેરમેન અને સીઈઓ જે એચ હેન
સુરત – સેમસંગ ઈલેક્ટ્રોનિક્સમાં ડિવાઈસ એક્સપીરિયન્સ (ડીએક્સ)ના સીઈઓ અને હેડ જોંગ-હી (જેએચ) હેન દ્વારા મુંબઈના જિયો વર્લ્ડ પ્લાઝામાં સેમસંગ બીકેસી ખાતે સ્ટોર ખૂલ્યો ત્યારથી પહેલી વાર મુલાકાત લેવાઈ હતી અને તેના ટેક-સાવી ગ્રાહકો માટે AI અને હાઈપર કનેક્ટિવિટી લાવીને ભારતીય બજાર માટે કંપનીની કટિબદ્ધતા અધોરેખિત કરી હતી. તેમણે ગ્રાહકોને અહીં પધારવા અને ટેલિવિઝન અને ડિજિટલ એપ્લાયન્સીસથી લઈને સ્માર્ટફોન્સ સુધી તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સેમસંગના નવીનતમ AI ઈનોવેશન્સ અનુભવવા માટે પણ આમંત્રણ આપ્યું હતું.
“AI નોન-ઈન્સ્ટ્રુઝિવ અને બેકગ્રાઉન્ડમાં હંમેશાં રહીને લોકોનું રોજનું જીવન સુધારવા માટે કનેક્ટેડ ટેકનોલોજીઓ અભિમુખ બનાવશે. મુક્ત જોડાણના અમારા મોડેલ સાથે અમે અમારા બધા ગ્રાહકો માટે AI અને હાઈપર-કનેક્ટિવિટી લાવવા માગીએ છીએ. ભારત AI અને અમારા ફ્લેગશિપ સેમસંગ બીકેસી સ્ટોર માટે ભાવિ મોટું પ્લેગ્રાઉન્ડ છે, જે અમારા AI ફોર ઓલના ધ્યેયું દ્યોતક છે અને વન સેમસંગ પ્રદર્શિત કરશે. સ્ટોરના વિવિધ ઝોન્સમાં ગ્રાહકો અમારા AI ધ્યેયને વાસ્તવમાં જોઈ શકે અને વધુ સ્માર્ટ, વધુ બહેતર અનુભવો આપણે જીવીએ તેમાં નવો દાખલો કઈ રીતે બેસાડે છે તે દર્શાવશે,” એમ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ ખાતે ડિવાઈસ એક્સપીરિયન્સ (ડીએક્સ) ડિવિઝઢનના સીઈઓ અને હેડ વાઈસ ચેરમેન હોંગ-હી (જેએચ) હેને જણાવ્યું હતું.
અગાઉ આ વર્ષે હેન દ્વારા સીઈએસ ખાતે સેમસંગનો AI ફોર ઓલ ધ્યેય રજૂ કરાયો હતો, જે AI લોકોને તેમનાં ડિવાઈસીસ વધુ જ્ઞાનાકાર અને સુવિધાજનક રીતે અભિમુખ કઈ રીતે બનાવે છે તે દર્શાવે છે. AI ફોર ઓલ ધ્યેયના ભાગરૂપે સેમસંગે જાન્યુઆરીમાં તેની નવી ગેલેક્સી S24 સ્માર્ટફોન સિરીઝમાં ગેલેક્સી AI રજૂ કર્યું હતું.
હેને જણાવ્યું કે ભારત વૈશ્વિક સ્તરે સૌથી ભવ્ય અને સૌથી ઝડપથી વૃદ્ધિ પામતી બજારમાંથી એક છે અને સેમસંગ માટે વિશાળ તકો પ્રદાન કરે છે.
“ભારત ટેક-સાવી યુવા ગ્રાહકોની વિશાળ વસતિ ધરાવે છે, જે ઈનોવેટ કરવા અમને પ્રેરિત કરે છે. અહીં અમારા આરએન્ડડી સેન્ટરોમાં કામ કરતા હજારો યુવાનો, ઉદ્યોગ સાહસિક યુવાનો AI ટુ ધ વર્લ્ડ જેવી અત્યાધુનિક ટેકનોલોજીઓ લાવે છે. અમને તેમના માટે ગર્વની લાગણી થાય છે,” એમ હેને જણાવ્યું હતું.
સેમસંગે હાલમાં જ સેમસંગ બીકેસી ખાતે કનેક્ટેડ લાઈફસ્ટાઈલ એક્સપીરિયન્સ સ્ટોર શરૂ કર્યો હતો, જ્યાં ગ્રાહકો વન સેમસંગ અનુભવી શકે છે. આથી સેમસંગની નવીનતમ AI ઈનોવેશન્સ અને કંપનીની કનેક્ટેડ ડિવાઈસીસ ઈકોસિસ્ટમને તે કઈ રીતે શક્તિ આપે છે તે દર્શાવે છે.
કંપની ભારતમાં 28 વર્ષથી છે અને 1995માં કામગીરી શરૂ કરી હતી. સેમસંગે અત્યાધુનિક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ત્રણ આરએન્ડડી સેન્ટરો અને એક ડિઝાઈન સેન્ટર, જ્યાં હજારોનો રોજગાર અપાયો છે તેની સાથે ભારત પ્રત્યે ઊંડાણથી કટિબદ્ધ રહેવાનું ચાલુ રાખ્યું છે.