બિઝનેસ
સેમસંગ દ્વારા 22 જાન્યુઆરીના રોજ મોબાઈલ AI એક્સપીરિયન્સીસમાં વધુ એક મોટી છલાંગની ઘોષણા
સુરતઃ હવે વધુ સ્વાભાવિક અને જ્ઞાનાકાર AI માટે તૈયાર થઈ જાઓ. ગેલેક્સી AIની નવી ક્રાંતિ આવી રહી છે અને તે રોજબરોજ તમે દુનિયા સાથે જે રીતે વાર્તાલાપ કરો છો તેમાં પરિવર્તન લાવી દેશે. નવી ગેલેક્સી S સિરીઝ હવે અને ભવિષ્યમાં મોબાઈલ AI એક્સપીરિયન્સીસ માટે ફરી એક વાર નવી ઊંચાઈ સર કરવા માટે સુસજ્જ છે.
22 જાન્યુઆરીના રોજ સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા સાન જોશમાં અનપેક્ડનું આયોજન કરાયું હતું. હવે તમારા જીવનની દરેક પળે સહજ સુવિધા લાવનાર પ્રીમિયમ ગેલેક્સી ઈનોવેશન્સ મોબાઈલ AIમાં નવો અધ્યાય રજૂ કરશે. ઈવેન્ટ ભારતીય સમય અનુસાર રાત્રે 11.30 વાગ્યાથી Samsung.com/in, Samsung Newsroom India અને Samsung’s YouTube channel પર લાઈવ સ્ટ્રીમ કરી શકાશે.