સેમસંગ સોલ્વ ફોર ટુમોરો 2025: ટેકનોલોજી થકી ભારતીય સ્પોર્ટમાં પહોંચ અને સમાવેશકતા ઉજાગર કરે છે

સ્પોર્ટસ લાંબા સમયથી સોશિયલ મોબિલિટી માટે વાહન રહ્યું છે, પરંતુ મોટે ભાગે વિવિધ ભૂગોળમાં કોચિંગ, સુવિધાઓ અને સન્મુખતાને પહોંચ મર્યાદિત બનાવે છે. આઈઆઈટી દિલ્હી સાથે ભાગીદારીમાં સેમસંગનો ફ્લેગશિપ શૈક્ષણિક કાર્યક્રમ સેમસંગ સોલ્વ ફોર ટુમોરો (એસએફટી) 2025 ખાતે યુવા ઈનોવેટર્સ સ્પોર્ટની પહોંચ અને સમાવેશકતાની વ્યાપકતા વધારવા માટે ટેકનોલોજીનો લાભ લેવાની તક આપીને નવી કલ્પના કરવા માટે માર્ગ આપે છે.
રાષ્ટ્રભરમાંથી હજારો વિદ્યાર્થીઓએ થીમ સોશિયલ ચેન્જ થ્રુ સ્પોર્ટ એન્ડ ટેકનોલોજી હેઠળ હાકલને પ્રતિસાદ આપ્યો હતો. ભારતીય સ્પોર્ટ માટે તેઓ નીચે મુજબ દ્વાર ખોલે છેઃ
1. હેતુપ્રેરિત થીમ
આ શ્રેણી તાલીમ, વર્ચ્યુઅલ કોચિંગ, ઈ-સ્પોર્ટસ અને સ્કિલ ડેવલપમેન્ટ માટે પહોંચ વિસ્તારવા માટે ઈનોવેશન્સ આમંત્રિત કરે છે, જેનું લક્ષ્ય ભારતભરના યુવા લોકો માટે આરોગ્યવર્ધક, આકાંક્ષાત્મક ભવિષ્ય નિર્માણ કરવાનું છે.
2. નેક્સ્ટપ્લેAI: પ્રતિભાની ખોજની વ્યાપ્તિ વધારવી
ટેનિસ ખેલાડી અને આઈઆઈટી પુણે કમ્પ્યુટર સાયન્સનાં વિદ્યાર્થીઓ આદિશ શેળકે અને ભાગ્યશ્રી મીનાએ પર્સનલાઈઝ્ડ ફીડબેક અને પરફોર્મન્સ તુલના થકી સ્પોર્ટિંગ સંભાવના ઉજાગર કરવા માટે વિડિયો એનલાઈટિક્સ અને મશીન લર્નિંગનો ઉપયોગ કરીને AI પાવર્ડ મંચ નેક્સ્ટપ્લેAI નિર્માણ કર્યું છે. તેમનું લક્ષ્યઃ એલિટ ગાઈડન્સ સર્વત્ર પહોંચક્ષમ અને કિફાયતી બનાવવાનું છે.
3. સમાવેશકતા પ્રેરિત કરતાં વિવિધ ઈનોવેશન્સ
સ્પોર્ટને પહોંચક્ષમ બનાવવા માટે ટેક નિર્માણ કરતા અન્ય ફાઈનલિસ્ટો અને વિજેતાઓમાં નિમ્નલિખિતનો સમાવેશ થાય છેઃ
શતરંજ સ્વયા ક્રુ (આસામ): AI પાવર્ડ સોલ્યુશન, જે દ્રષ્ટિવિકાર ધરાવનારને સ્વતંત્ર રીતે ચેસ રમવાની અનુકૂળતા આપતું એફઆઈડીઈ સાથે અભિમુખ છે.
સ્પોર્ટ4ઓટીમઝમ (તામિલનાડુ): આ હાઈબ્રિડ એપ સ્પોર્ટસનો ઉપયોગ કરીને, પ્રગતિ ટ્રેક કરીને અને સહભાગ સુધારીને ઓટિસ્ટિક બાળકો માટે થેરપી ગેમિફાઈ કરે છે.
સ્ટેટસકોડ 200 (ઉત્તર પ્રદેશ): આ AI-પાવર્ડ એપ વિદ્યાર્થીઓને કોચિંગ પર્સનલાઈઝ કરવા માટે તેમનું કૌશલ્ય સુધારવા એથ્ટીલ્સને મદદરૂપ થાય છે (પોશ્ચર ડિટેકશન, કૌશલ્યનો સ્તર વગેરે).
યુનિટી (તામિલનાડુ): આ પેટન્ટેડ ડિવાઈસ જ્ઞાનાકાર વિકાસ માટે ગેમિફાઈડ અભિગમનો ઉપયોગ કરીને ઓટિસ્ટિક બાળકોને ટેકો આપે છે.
4. પ્રોટોટાઈપથી પ્રોડક્ટ સુધી ઈનોવેશનને આધાર
વિજેતાઓને આઈઆઈટી દિલ્હી ખાતે રૂ. 1 કરોડ સુધી ઈન્ક્યુબેશન સપોર્ટ પ્રાપ્ત થશે. ઉપરાંત ટોપ ટીમોને રૂ. 1 લાખની ગ્રાન્ટ્સ, ગૂડવિલ એવોર્ડસ અને યંગ ઈનોવેટર એવોર્ડસ તેમ જ ટોપ 20 ટીમોને સેમસંગ ગેલેક્સી Z ફ્લિપ સ્માર્ટફોન્સ સહિતના વધારાના પુરસ્કારો મળશે.
5. વધતી અને વિકેન્દ્રિત સ્પોર્ટિંગ ઈકોસિસ્ટમ
2025ના કોહર્ટે ટિયર-2 અને ટિયર-3 શહેરોમાંથી મજબૂત સહભાગ નોંધાવ્યો હતો, જેમાં એલુમની દ્વારા નવાગંતુકોને મેન્ટોર કરાયા હતા અને પ્રોટોટાઈપિંગ માટે આઈઆઈટી દગિલ્હીની એફઆઈટીટી લેબ્સને પહોંચ અપાઈ હતી, જેથી સ્પોર્ટસ ટેક ઈનોવેશન મેટ્રોની પાર ફેલાવવામાં મદદ મળી હતી.
6. હાર્દમાં સહાનુભૂતિ અને જવાબદારી
સહભાગીઓ સહાનુભૂતિ- પ્રથમ ઈનોવેશન પર કેન્દ્રિત ડિઝાઈન થિન્કિંગ વર્કશોપ્સમાં સહભાગી થયા હતા, જેમાં જવાબદાર AI સિદ્ધાંતો સાથે સુમેળ સાધતાં ફક્ત ટેકનોલોજી માટે નહીં પરંતુ અસલ સામાજિક પડકારોનો ઉકેલ લાવવા પર ભાર અપાયો હતો.
7. ચેન્જમેકર્સને સશક્ત બનાવવાનો વારસો
2010થી સેમસંગ સોલ્વ ફોર ટુમોરોએ 68 દેશમાં 2.9 મિલિયન યુવા ઈનોવેટર્સને પ્રેરિત કરીને વિદ્યાર્થીઓને સ્ટેમ સોલ્યુશન્સ નિર્માણ કરવા માટે મેન્ટોરશિપ અને ટૂલ્સથી સુસજ્જ કરીને ફરક લાવી દીધો છે. ભારતનું વૈવિધ્યપૂર્ણ યોગદાન વર્ષ દર વર્ષ વધી રહ્યું છે.



