સેમસંગ દ્વારા નવરાત્રિના સમયગાળામાં સ્માર્ટફોન્સ, પ્રીમિયમ ટેલિવિઝન અને હોમ એપ્લાયન્સીસનું વિક્રમી વેચાણ

ગુરુગ્રામ, ઈન્ડિયા- 13 ઓક્ટોબર, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગે ટેલિવિઝન અને એર કંડિશનર્સ પર હકારાત્મક ગ્રાહક સેન્ટિમેન્ટ્સ, આકર્ષક ફેસ્ટિવ ડીલ્સ અને જીએસટી દર કપાત સાથે ફેસ્ટિવ વેચાણની મજબૂત શરૂઆત કરી હોવાની આજે ઘોષણા કરી.
સેમસંગે જણાવ્યું કે નવરાત્રિ અને દશેરાના તહેવારના સમયગાળામાં તેના પ્રીમિયમ સ્માર્ટફોન્સનું વેચાણ વિક્રમી ઉચ્ચ સપાટીએ પહોંચ્યું હતું, જેમાં Z ફોલ્ડ 7 ફોલ્ડેબલ સ્માર્ટફોનના તેના ગેલેક્સી AI- પાવર્ડ પોર્ટફોલિયો, ગેલેક્સી S25 સિરીઝ તેમ જ ગેલેક્સી S24 સિરીઝનો સમાવેશ થાય છે. ગેલેક્સી AI સેમસંગના સ્માર્ટફોન્સ સાથે યુઝર ઈન્ટરએકશન વધુ જ્ઞાનાકાર, કાર્યક્ષમ અને પર્સનલાઈઝ્ડ બનાવવા તૈયાર કરાયેલી સેમસંગનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ છે.
“રૂ. 30,000થી વધુના પ્રીમિયમ ગેલેક્સી સ્માર્ટફોન્સનું વેચાણ ગયા વર્ષે સમાન ગાળાની તુલનામાં 1.4 ગણું વધ્યું છે. સેમસંગને વિશ્વાસ છે કે તેના પ્રીમિયમ AI સ્માર્ટફોન્સ પાવન દિવાળી તહેવાર સુધી બહુ સારી રીતે ચાલુ રહેશે,” એમ સેમસંગ ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું.
સેમસંગે 22 સપ્ટેમ્બરથી શરૂ થયેલા નવરાત્રિ સુધી ગેલેક્સી S24 અલ્ટ્રા, ગેલેક્સી S24 અને ગેલેક્સી S24 FE સહિત તેના પ્રીમિયમ સ્માર્ટફોન્સ પર આકર્ષક ફેસ્ટિવ ડીલ્સની ઘોષણા કરી હતી.
ટેલિવિઝનના વેચાણમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી, ખાસ કરીને 32 ઈંચથી વધુ મોટા ટેલિવિઝન પર જીએસટી દરોમા કપાતને તે આભારી હતું. સેમસંગે જણાવ્યું કે તેના વિઝન AI-પાવર્ડ પ્રીમિયમ નિયો QLED અને OLED ટેલિવિઝનની 22 સપ્ટેમ્બરથી આરંભ કરતાં બે સપ્તાહના સમયગાળમાં ગ્રાહકો પાસેથી જબરદસ્ત માગણી જોવા મળી હતી. સેમસંગ વિઝન AIએ સ્ક્રીન્સને ઈન્ટેલિજન્ટ સોલ્યુશન્સમાં ફેરવી દીધાં છે, જે રોજબરોજનું જીવન સમૃદ્ધ બનાવીને ઉપભોક્તાઓના રોજના અનુભવોને આસાન, બહેતર અને સશક્ત બનાવે છે.