બિઝનેસ

સેમસંગ ઇન્ડિયાએ AIથી સજ્જ ફીચર્સ સાથે Odyssey OLED, ViewFinity અને Smart Monitorsની 2024 શ્રેણી રજૂ કરી

ગુરુગ્રામ, ભારત, 6 જૂન, 2024: ભારતની સૌથી મોટી ઇલેક્ટ્રોનીક્સ બ્રાન્ડ સેમસંગએ આજે Odyssey OLED ગેમીંગ મોનીટર, સ્માર્ટ મોનીટર્સ અને ViewFinity મોનીટર્સની 2024ની શ્રેણીનું અનાવરણ કર્યુ છે જે હવે પછીના અનુભવોને અને ઉપભોક્તાઓ માટે AI ક્ષમતાઓ1ને ખુલ્લી મુકે છે. Odyssey OLED G6, અને સ્માર્ટ મોનીટર શ્રેણી વધુ વિસ્તરિત મનોરંડજન ફીચર્સ સાથે આનંદને ઊંચી માત્રાએ લઇ જાય છે, ત્યારે સ્માર્ટ મોનીટર કે જે AIથી સજ્જ છે અને ViewFinity શ્રેણી સંપૂર્ણ વર્કસ્ટેશનનું સર્જન કરવા માટે કનેક્ટિવીટીમાં વધારો કરે છે.

“અમારી 2024ની Odyssey OLED ગેમીંગ મોનીટર્સ, Viewfinity અને Smart મોનીટર્સની શ્રેણી સાથે અમારે ઉપભોક્તાઓ માટે વધુ સારા અનુભવને ખુલ્લો મુકવો છે. અસાધારણ AI ટેકનોલોજીઓથી અને મલ્ટી-ડિવાઇસ અનુભવથી સજ્જ Odyssey OLED ગેમીંગ મોનીટર અમે સ્માર્ટ મોનીટર્સ અનુક્રમે દાર્શનિક અનુભવ અને સર્જનાત્મકતાને પુનઃવ્યાખ્યાયિત કરશે. OLED સેફગાર્ડ+થી સજ્જ,  વિશ્વના સૌપ્રથમ પ્રોપરાઇટી બર્ન ઇન પ્રોટેક્શન ટેકનોલોજી સાથે OLED ગેમીંગ મોનીટર પલ્સેટીંગ હીટ પાઇપને લાગુ પાડતા ઇમેજ બર્નીંગને રોકે છે”, એમ સેમસંગ ઇન્ડિયાના કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનીક્સ એન્ટરપ્રાઇસ બિઝનેસના વાઇસ પ્રેસિડન્ટ પુનીત સેઠીએ જણાવ્યું હતુ.

Odyssey OLED સિરીઝ: દાર્શનિક શ્રેષ્ઠતા સાથે નવા બર્ન-ઇન પ્રિવેન્શન ફીચર્સ સાથે

Odyssey OLED G6 એ 27” QHD (2560 x 1440) રિઝોલ્યુશન મોનીટર છે, જે 16:9 આસ્પેક્ટ રેશિયોને મદદ કરે છે. તેનો 360Hzનો રિફ્રેશ રેટ અને 0.03ms GtG રિસ્પોન્સ ટાઇમ તેને ગેમર્સ માટે ઝડપી ગેમપ્લે પર ટકી રહેવાનુ શક્ય બનાવે છે.

નવા Odyssey OLED મોડેલમાં સેમસંગ OLED Safeguard+નો સમાવેશ થાય છે, જે નવી પ્રોપરાઇટરી બર્ન-ઇન પ્રોટેક્શન ટેકનોલોજી છે. આ ટેકોનોલોજી વિશ્વમાં સૌપ્રથમ છે જેથી મોટનીરમાં પલ્સેટીંગ પાઇપ લાગુ પાડીને બર્ન-ઇનને રોકી શકાય છે. વધુમાં ડાયનેમિક કૂલીંગ સિસ્ટમ જૂન ગ્રેફાઇટ શીટ પદ્ધતિની તુલનામાં પાંચ ગણી વધુ અસરકારક રીતે ગરમીને વિખેરતા બહાર કાઢે છે અને કૂલન્ટને સંકુચિત કરે છે, જે તેમાં તાપમાનને ઘટાડતા બર્ન-ઇનને રોકે છે. આ મોનીટર લોગોસ અને ટાસ્કબાર્સ જેવી સ્થિર ઇમેજીસને ગ્રહણ પણ કરે છે, જે બર્ન-ઇન અવરોધનનો બીજો પ્રકાર પૂરો પાડવા માટે તેમની બ્રાઇટનેસમાં આપોઆપ ઘટાડો કરે છે

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button