સેમસંગ ઈન્ડિયા બીસ્પોક AI વિંડફ્રી એર કંડિશનર્સ સાથે AI- પાવર્ડ કૂલિંગ ઉત્ક્રાંતિ લાવે છે

ગુરુગ્રામ, ભારત- 23 જાન્યુઆરી, 2026: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે તેના આગામી કૂલિંગ ઈનોવેશન્સનો વહેલો પ્રીવ્યુ રજૂ કર્યો છે, જે કમ્ફર્ટ, ઈન્ટેલિજન્સ અને ઊર્જા કાર્યક્ષમતા આધુનિક ઘરોનો નવો દાખલો કઈ રીતે બેસાડશે તેની અર્થપૂર્ણ ઉત્ક્રાંતિ છે.
“AI એસીનું ભવિષ્ય આવી રહ્યું છે” એ સંદેશ સાથે બ્રાન્ડ પારંપરિક હોમ કૂલિંગની પાર જતી એસીની પ્રગતિઓ માટે અપેક્ષાઓ સ્થાપિત કરે છે.
ટીઝર બીસ્પોક AI વિંડફ્રી™ એર કંડિશનર લાઈનઅપ પર ભાર આપે છે, જે ભારતીય સ્થિતિઓ માટે વધુ રિફાઈન્ડ હોમ કૂલિંગ અનુભવ પ્રદાન કરવા માટે આધુનિક AI ટેકનોલોજી, પ્રીમિયમ ડિઝાઈન અને સ્માર્ટ કનેક્ટિવિટીને જોડે છે.
રેન્જમાં વિંડફ્રી™ કૂલિંગ, સાથે AI ફાસ્ટ એન્ડ વિંડફ્રી™ કૂલિંગ+, AI એનર્જી મોડ, પ્રિવેન્ટિવ મેઈનટેનન્સ અને સ્માર્ટથિંગ્સ ઈન્ટીગ્રેશનનો સમાવેશ થાય છે, જે બહેતર મહત્તમ કામગીરી, બહેતર ઊર્જા વ્યવસ્થાપન અને સહજ નિયંત્રણ આપે છે.



