સેમસંગ ઈન્ડિયા દ્વારા ગેલેક્સી A06 5G લોન્ચ: કિફાયતી કિંમતે સુપરફાસ્ટ કનેક્ટિવિટી અને પાવરફુલ પરફોર્મન્સ સાથે ‘કામ કા 5G’
ગેલેક્સી A06 5G તેના 12 5G બેન્ડ્સ સપોર્ટ સાથે આસાન અને શક્તિશાળી 5G અનુભવ પ્રદાન કરે છે

સુરત , 19મી ફેબ્રુઆરી, 2025: ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ગેલેક્સી A06 5G લોન્ચ કર્યાની આજે ઘોષણા કરવામાં આવી હતી, જે સાથે તે કિફાયતી કિંમતે ઓસમ 5G અનુભવ લાવી છે. સૌથી કિફાયતી બજેટની ગેલેક્સી A સિરીઝના 5G સ્માર્ટફોન તરીકે ગેલેક્સી A06 5G ગ્રાહકોને તેના વિશ્વસનીય પરફોર્મન્સ અને દીર્ઘાયુષ્ય સાથે મહત્તમ મૂલ્ય પ્રદાન કરે તે રીતે તૈયાર કરાયા છે.
આજથી આરંભ કરતાં ગેલેક્સી A06 5G ભારતમાં સર્વ રિટેઈલ આઉટલેટ્સ, સેમસંગના એક્સક્લુઝિવ સ્ટોર્સ તેમ જ અન્ય ઓફફલાઈન ચેનલો પર ઘણા બધા સ્ટોરેજ પ્રકારમાં ઉપલબ્ધ થઈ શકશે. 64GB સ્ટોરેજ સાથે 4GB RAM પ્રકાર માટે ફક્ત રૂ. 10,499થી શરૂઆત કરતાં ગેલેક્સી A06 5G ત્રણ સ્લીક અને આકર્ષક રંગો- બ્લેક, ગ્રે અને લાઈટ ગ્રીનમાં મળશે. વિશેષ લોન્ચ ઓફર તરીકે ગ્રાહકો ફક્ત રૂ. 129માં સેમસંગ કેર+ પેકેજ સાથે એક વર્ષનો સ્ક્રીન પ્રોટેકશન પ્લાન ઉપલબ્ધ કરી શકે છે, જે વધારાનું રક્ષણ અને મનની શાંતિ પૂરી પાડે છે.
“ગેલેક્સી A06 5Gના લોન્ચ સાથે અમે ઉત્તમ 5G અનુભવ માટે સેગમેન્ટમાં અવ્વલ 12 5G બેન્ડ્સ લાવ્યા છીએ. ઓસમ કનેક્ટિવિટી, પાવરફુલ પરફોર્મન્સ અને સેગમેન્ટમાં અવ્વલ ઈનોવેસન્સ ઓફર કરવા માટે તૈયાર કરવામાં આ ડિવાઈસ અત્યાધુનિક ટેકનોલોજી દરેકની પહોંચમાં લાવવાની અમારી કટિબદ્ધતા પર ફરી એક વાર ભાર આપે છે. આ ડિવાઈસ સાથે અમે ઉપભોક્તાઓ કામ અને મનોરંજન સાથે બેજોડ ટકાઉપણા માટે હાઈ- સ્પીડ કનેક્ટિવિટી માણી શકે તેની ખાતરી પણ રાખી છે,’’ એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના જનરલ મેનેજર અક્ષય એસ રાવે જણાવ્યું હતું.