બિઝનેસ

સેમસંગ ભારતમાં ગેલેક્સી સ્માર્ટફોન્સ પર વિશેષ કિંમતો સાથે તહેવારની ખુશી લાવી

ગુરુગ્રામ, ભારત, 20 સપ્ટેમ્બર, 20255 – ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ચુનંદા ગેલેક્સી સ્માર્ટફોન્સ પર અગાઉ ક્યારેય નહીં તેવી કિંમતો જાહેર કરવામાં આવ છે. વિશેષ કિંમતો સાથે ગ્રાહકો તેમના લોન્ચથી સૌથી આકર્ષક કિંમતે ગેલેક્સી સ્માર્ટફોન્સ વસાવી શકે છે અને AI-પાવર્ડ ફીચર્સ માણી શકે છે, જે રોજબરોજના અનુભવને વધુ પહોંચક્ષમ, ક્રિયેટિવ અને પ્રોડક્ટિવ બનાવે છે.

ગેલેક્સી S24 અલ્ટ્રા, ગેલેક્સી S24 અને ગેલેક્સી S24 FE

ગેલેક્સી S24 અલ્ટ્રા ભારતના બેસ્ટ સેલિંગ પ્રીમિયમ સ્માર્ટફોન છે, એમ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ જણાવે છે. મૂળ કિંમત INR 129999થી શરૂ થાય છે ત્યારે ફેસ્ટિવ સેલ દરમિયાન તે INR 71999માં મળશે, ગેલેક્સી S24, ક્વેલ્કોમ સ્નેપડ્રેગન 8 8 Gen 3 દ્વારા પાવર્ડ હોઈ ફક્ત INR 39999માં મળશે, જ્યારે ગેલેક્સી S24 FEમાં ગેલેક્સી S24 જેવો આધુનિક AI અનુભવ મળવાનો હોઈ તેની કિંમત ફક્ત INR 29999 છે.

ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G હવે 42 ટકા સુધી ડિસ્કાઉન્ટમાં મળશે

ગેલેક્સી A55 5G INR 23999ની આકર્ષક કિંમતે મળશે, જ્યારે ગેલેક્સી A35 5G ફક્ત INR 17999માં મળશે. સેમસંગ ગેલેક્સી A55 5G અને ગેલેક્સી A35 5G 2024માં અનુક્રમે તેમના કિંમતના સેગમેન્ટમાં નંબર એક વેચાતા સ્માર્ટફોન હતા, એમ કાઉન્ટરપોઈન્ટ રિસર્ચ જણાવે છે. ગેલેક્સી A55 5G અને A35 5G vivid 6.6” FHD+ 120Hz સુપર AMOLED ડિસ્પ્લે, ડોલ્બી સ્ટીરિયો સ્પીકર્સ અને વિઝન બૂસ્ટર સાથે આવે છે, જે આઉટડોરમાં પણ બ્રાઈટ, ક્લિયર વિઝ્યુઅલ્સ આપે છે. ફોટોગ્રાફીમાં બંને ફોનમાં OIS સાથે 50MP મેઈન કેમેરા, અલ્ટ્રા- વાઈડ અને મેક્રો લેન્સીસ સાથે બહેતર નાઈટોગ્રાફીનો સમાવેશ થાય છે.

ગેલેક્સી M36 5G, ગેલેક્સી M16 5G અને ગેલેક્સી M06 5G હવે 30 ટકા સુધી ડિસ્કાઉન્ટ પર મળશે

ગેલેક્સી M36 5G ફક્ત INR 13999માં મળશે. આ જ રીતે ગેલેક્સી M16 5G INR 10499થી આરંભ થાય છે, ગેલેક્સી M06 5G ફક્ત INR 7499માં મળશે. ભારતીય જેન Gen Z ગ્રાહકો માટે તૈયાર કરાયેલા ગેલેક્સી M36 5Gમાં અનેક સેગમેન્ટમાં અવ્વલ ફીચર્સ સાથે AI ઈનોવેશન્સથી સમૃદ્ધ છે, જેમાં કોર્નિંગ® ગોરિલા® ગ્લાસ વિક્ટસ ®+ પ્રોટેક્શન બહેતર ટકાપણું આપે છે.

ગેલક્સી F36 5G અને F06 5G હવે 30 ટકા સુધી ડિસ્કાઉન્ટમાં મળશે.

ગેલેક્સી F36 5G ફક્ત INR 13999માં મળશે. આ જ રીતે ગેલેક્સી F06 5G હવે INR 7499થી શરૂ થાય છે. ગેલેક્સી F06 5G સર્વ ટેલિકોમ ઓપરેટર્સમાં 12 5G બેન્ડ્સ સાથે આવે છે, જે કિફાયતી કિંમતે સંપૂર્ણ 5G અનુભવ પૂરો પાડે છે.

ગેલેક્સી S24 અલ્ટ્રા, ગેલેક્સી S24, ગેલેક્સી S24 FE, ગેલેક્સી A35 5G, ગેલેક્સી M36 5G, ગેલેક્સી M16 5G અને ગેલેક્સી F36 5G 22 સપ્ટેમ્બર, 2025થી આરંભ કરતાં લાઈવ જશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button