સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી A16 5Gના લોન્ચની ઘોષણા કરાઈ
ગુરુગ્રામ, ભારત : ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા ભારતમાં રૂ. 18999થી શરૂ થતા ગેલેક્સી A16 5Gના લોન્ચની ઘોષણા કરાઈ છે.
ઉપભોકતાઓ માટે પહોંચક્ષમ કિંમતે ઓસમ ઈનોવેશન્સ લાવતાં ગેલેક્સી A16 5G દ્વારા OS જનરેશન્સની 6 જનરેશન્સ અને 6 વર્ષની સિક્યુરિટી અપડેટ્સ પૂરી પાડીને ભારતમાં મિડ-રેન્જ સ્માર્ટફોન્સ માટે નવું ધોરણ સ્થાપિત કર્યું છે.
સેમસંગ ગેલેક્સી A16 5G બે વેરિયન્ટ્સમાં મળશે, જેમાં 8 GB/128 GB અને 8 GB/256 GB ગોલ્ડ, લાઈટ ગ્રીન અને બ્લુ બ્લેક જેવા ટ્રેન્ડી કલર્સનો સમાવેસ થાય છે. તે આજથી આરંભ કરતાં રિટેઈલ સ્ટોર્સ, Samsung.com અને Amazon.in અને Flipkart.com સહિત ઓનલાઈન મંચો પર મળશે.
સેમસંગ ગેલેક્સી A16 5G સ્લીક અને પ્રેક્ટિકલ તરીકે ઘડવામાં આવ્યા છે. આ ડિવાઈસની પહોળાઈ ફક્ત 7.9mm છે, જે હમણાં સુધીનો સૌથી પાતળો મિડ-રેન્જ ગેલેક્સી A સિરીઝ સ્માર્ટફોન છે. પ્રતિકાત્મક ‘કી આઈલેન્ડ’ એસ્થેટિક સાથે રિફાઈન્ડ ગ્લાસટિક બેક અને થિન બેઝલ્સ સાથે દેખાવમાં તે આકર્ષક છે. તેની અદભુત ડિઝાઈન ઉપરાંત સેમસંગ ગેલેક્સી A16 5G મજબૂત 5000mAh બેટરીથી સુસજ્જ છે, જે ઉપભોક્તાઓ સતત તેમની પ્રવૃત્તિ ચાલુ રાખી શકે તે માટે દીર્ઘ ટકાઉ પાવર આપે છે.
અપગ્રેડેડ મિડિયાટેકડાયમેન્સિટી 6300 પ્રોસેસર દ્વારા પાવર્ડ તે અત્યંત ઝડપી કનેક્ટિવિટી અને આસાન મલ્ટીટાસ્કિંગ પ્રદાન કરીને તમે ગેમિંગ, સ્ટ્રીમિંગ કે એપ્લિકેશન્સ વચ્ચે સ્વિચિંગ કરતા હોય, તે સ્મૂધ અને લેગ-ફ્રી અનુભવ આપે છે.