સેમસંગ દ્વારા ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન
ચાહકો સેમસંગ ઈન્ડિયાની વેબસાઈટ પર ઈચ્છાઓ મોકલીને નીરજ ચોપરાને ટેકો આપી શકે છે
ગુરુગ્રામ, ભારત : સેમસંગ દ્વારા આજે નીરજ ચોપરાના ચાહકોને આગળ આવવા અને ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન થકી તેમની શુભેચ્છાઓ મોકલવા માટે વિનંતી કરી હતી. આ કેમ્પેઈન સાથે સેમસંગ ઈન્ડિયાનું લક્ષ્ય મર્યાદા પાર ઉત્કૃષ્ટતા હાંસલ કરવા અને આગળ નીકળવા માટે ભાર આપીને નીરજને ટેકો આપવાનું અને સશક્ત બનાવવાનું છે.
ગ્રાહકોનો જોશ બુલંદ બનાવવા અને રાષ્ટ્રના એકત્રિત જોશને વધારવા માટે સેમસંગ ઈન્ડિયા દ્વારા નીરજ ચોપરા માટે ટેકો વધારવા ફિલ્મ પણ રજૂ કરવામાં આવી છે. આ અવ્વલ એથ્લીટ ઘણા બધા પડકારોને ઝીલશે ત્યારે તેની સ્થિતિસ્થાપકતા અને કટિબદ્ધતાનો જોશ દર્શાવતી આ ફિલ્મ સેમસંગના તાજેતરમાં રજૂ કરવામાં આવેલા ગેલેક્સી Z Fold6 સ્માર્ટફોન તેના પ્રવાસમાં કઈ રીતે સહાય કરે તે આલેખિત કરે છે.
ગેલેક્સી Z Fold6એ ગ્રાહકોને ઉત્તમ અનુભવ પ્રદન કરતાં તેની શક્તિશાળી ગેલેક્સી AI ટેકનોલોજી સાથે નવી ઊંચાઈ સાધી છે. ગેલેક્સી AI દ્વારા પાવર્ડ ગેલેક્સી Z Fold6 ઈન્ટરપ્રીટર અને નોટ આસિસ્ટ જેવા AI ફીચર્સ સાથે આવે છે, જે ઉપભોક્તાઓને વધુ અસરકારક રીતે સંદેશવ્યવહાર કરવાની અનુકૂળતા આપીને તેમની ઉત્પાદકતા વધારે છે અને તેઓ જે રીતે કામ કરે અને જીવે છે તે રીત બદલી નાખી છે.
“સેમસંગ વ્યક્તિગતોને તેમની મર્યાદાઓ પાર કરવા ટેકો આપવામાં અને ઉત્કૃષ્ટતા હાંસલ કરવામાં સશક્ત બનાવવામાં માને છે. અમે અમારું સામર્થ્ય નીરજ ચોપરાની પાછળ કામે લગાવી રહ્યા છે, જે ઉત્કૃષ્ટતા અને અમર્યાદિત શક્યતાઓનું દ્યોતક છે, જે સેમસંગ બહુ આદર તે મૂલ્યોનું દ્યોતક છે. ઈન્ડિયા ચિયર્સ ફોર નીરજ કેમ્પેઈન સાથે અમારું લક્ષ્ય રાષ્ટ્રની એકત્રિત ઊર્જાનો લાભ લેવાનું અને નીરજ માટે ચિયર કરવા સાથે ઉત્કૃષ્ટતા ઉજાગર કરવાનું છે,” એમ સેમસંગ ઈન્ડિયાના એમએક્સ બિઝનેસના વાઈસ પ્રેસિડેન્ટ આદિત્ય બબ્બરે જણાવ્યું હતું.
સંપૂર્ણ નવો ગેલેક્સી Z Fold6 પ્રાપ્ત કરવા ઉપરાંત નીરજ ચોપરા સ્પેશિયલ એડિશન ગેલેક્સી Z Flip6 અને પર્સનલાઈઝ્ડ ફ્લિપસ્યુટ કેસ પણ પ્રાપ્ત કરશે.
“હું ઈન્ડિયા ચિયર્સ નીરજ કેમ્પેઈન થકી આપવામાં આવતો મજબૂત ટેકો અને પ્રોત્સાહન માટે સેમસંગ ઈન્ડિયાનો આભારી છું. ચાહકો પાસેથી પ્રોત્સાહન અને ઉત્તમ શુભેચ્છાઓ મૂલ્યવાન છે અને મારી કટિબદ્ધતાને સફળ બનાવવા માટે ઈંધણ પૂરું પાડ્યં છે. હું પાર કરું તે દરેક પડકાર સાથે મારાં લક્ષ્યોની નજીક મને લઈ જાય છે અને સંપૂર્ણ નવા ગેલેક્સી Z Fold6 મારી સાથે આ પ્રવાસને ઉજાગર કરે છે. અત્યાધુનિક ગેલેક્સી AI વિશિષ્ટતાઓ સાથેનું આ મહત્ત્વપૂર્ણ ડિવાઈસ મને મારું શ્રેષ્ઠતમ પરફોર્મ કરવા સશક્ત બનાવે છે. ગેલેક્સી ફોલ્ડ ઈઝ ગોલ્ડ મંત્ર સીમા પાર મને આગળ લઈ જવા મને પ્રેરિત કરે છે,” એમ નીરજ ચોપરાએ જણાવ્યું હતું.
નીરજ ચોપરા હવે સેમસંગ એક્સક્લુઝિવ ટીમ સેમસંગ ગેલેક્સીનો હિસ્સો છે. ઉપભોક્તાઓ અને ચાહકો સેમસંગ ઈન્ડિયાની Cheer for Neeraj Chopra Send a wish | Samsung India વેબસાઈટ પર વિઝિટ કરીને સુવર્ણ હાથવાળો પુરુષ નીરજ ચોપરાને તેમની શુભેચ્છાઓ મોકલી શકે છે. દરેક શુભેચ્છા ફરક લાવી શકે તેમાં વિશ્વાસ રાખતાં સેમસંગ ઈન્ડિયા 9870494949 પર “NEERAJ” મેસેજ વ્હોટ્સએપ પર મોકલવાની ઉપભોક્તાઓને અનુકૂળતા આપે છે. ઉપરાંત તેઓ બ્રાન્ડ @SamsungIndia ટેગ કરીને સેમસંગની સોશિયલ મિડિયા ચેનલો પર કમેન્ટ ડ્રોપ કરી શકે છે. સેમસંગ તેના ગ્રાહકોને હેશટેગ્સ #IndiaCheersNeeraj, #GalaxyFoldIsGold, #GalaxyZFold6, #GalaxyAI, અને #Samsung સાથે વાર્તાલાપમાં જોડાવા માટે પ્રોત્સાહન આપે છે.