બિઝનેસ

સેમસંગ દ્વારા ભારતમાં ગેલેક્સી S25 અલ્ટ્રા માટે આકર્ષક કિંમતો જાહેર

ગુરુગ્રામ, ભારત, 5 જૂન, 2025– ભારતની સૌથી વિશાળ કન્ઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ બ્રાન્ડ સેમસંગ દ્વારા આજે ફલેગશિપ ગેલેક્સી S25 અલ્ટ્રા પર આકર્ષક મર્યાદિત સમયગાળાની ઓફર જાહેર કરવામાં આવી હતી. મૂળ કિંમત INR 129999થી શરૂ થતા ગેલેક્સી S25 અલ્ટ્રા ફક્ત INR 117999માં મળશે. ગેલેક્સી S25 અલ્ટ્રા માટે વિશેષ કિંમતમાં INR 12000ના ઈન્સ્ટન્ટ કેશબેકનો સમાવેશ થાય છે.

ગ્રાહકો માટે ડીલમાં વધુ મીઠાશ ઉમેરતાં ગેલેક્સી S25 અલ્ટ્રા 24 મહિનાના નો- કોસ્ટ ઈએમઆઈ સાથે પણ મળશે. ગ્રાહકો વધુ એફોર્ડેબિલિટી જોઈતી હોય તો માસિક INR 3278થી શરૂ થતા નો-કોસ્ટ ઈએમઆઈનો લાભ લઈ શકે છે. આ વિશેષ ઓફર્સ ગ્રાહકોને સેમસંગના ફ્લેગશિપ ગેલેક્સી S25 અલ્ટ્રા અનુભવવાની અદભુત તક પણ આપશે, જે આજ સુધીના સેમસંગના સૌથી નેચરલ અને કોન્ટેક્ટ્- અવેર મોબાઈલ અનુભવ સાથે અસલી AI સાથી તરીકે પણ નવું ધોરણ સ્થાપિત કરે છે.

ગેલેક્સી S25 અલ્ટ્રા પર મલ્ટીમોડલ ક્ષમતાઓ સાથે AI એજન્ટ્સ એપ્સમાં કોમ્પ્લેક્સ ટાસ્ક્સ આસાનીથી કરવા અને સ્પીચ, ટેક્સ્ટ, વિડિયોઝ અને ઈમેજીસ થકી નેચરલ યુઝર ઈન્ટરએકશન્સ અભિમુખ બનાવવા માટે વન UI 7 મંચમાં ઈન્ટીગ્રેટેડ છે. હવે બ્રિફ દિવસભર ગાઈડ કરવા માટે તૈયાર સૂચનો પૂરાં પાડે છે અને બાર વર્તમાન પ્રવૃત્તિઓ માટે નવ હબ પ્રદ-ન કરે છે. રાઈટિંગ આસિસ્ટ સાથે બહેતર ઉત્પાદકતાથી ડ્રોઈંગ આસિસ્ટ દ્વારા ઉજાગર કરાતી અમર્યાદિત ક્રિયાત્મકતા સુધી ગેલેક્સી AIની વિસ્તારિત ક્ષમતાઓએ તેમના રોજબરોજના જીવનનાં દરેક પાસાંમાં યુઝર્સને સશક્ત બનાવવાનું ચાલુ રાખ્યું છે.

ગેલેક્સી S25 અલ્ટ્રા સાથે ઈન્ટરએકશન્સ વધુ જ્ઞાનાકાર પણ છે. સિંગલ કમાન્ડ સાથે જેમિની સહજ રીતે યુઝર્સ ફેવરીટ સ્પોર્ટસ ટીમનું શિડ્યુલ શોધી શકે છે અને તેને સેમસંગ કેલેન્ડરમાં એડ કરે છે. ગેલેક્સી S25 અલ્ટ્રાને પાવર આપતાં ગેલેક્સી માટે સ્નેપડ્રેગન® 8 ઈલાઈટ મોબાઈલ પ્લેટફોર્મ વધુ પ્રતિસાદાત્મક AI અનુભવો માટે ઓન-ડિવાઈસ પ્રક્રિયાઓને ગતિશીલ કરે છે, જે વધુ સ્મૂધ અને વધુ વાસ્તવલક્ષી મોબાઈલ ગેમિંગ બનાવે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button