રેનોએ લોન્ચ કરી નવી કાઇગરઃ rethink performance નું સાહસિક પરિવર્તન

સુરત: ફ્રેન્ચ કારમેકર રેનો ગ્રુપની સંપૂર્ણ માલિકીની પેટાકંપની રેનો ઈન્ડિયાએ આજે rethink performance ફિલોસોફી હેઠળ વિકસાવાયેલી નવી કાઇગરના લોન્ચની જાહેરાત કરી હતી. રિફાઇન્ડ 100 પીએસ ટર્બોચાર્જ્ડ એન્જિન અને 35થી વધુ સુધારા દ્વારા સશક્ત બનાવાયેલી આ સબ-ફોર મીટર એસયુવી પર્ફોર્મન્સ, વર્ગ-અગ્રણી ઇંધણ કાર્યક્ષમતા અને અદ્વિતીય મૂલ્યનું આકર્ષક મિશ્રણ રજૂ કરે છે.
નવી કાઇગર વધુ બોલ્ડ ડિઝાઇન, વધુ સ્માર્ટ ટેક્નોલોજી અને વધુ સારા સેફ્ટી ઇન્ટિગ્રેશન સાથે શક્તિશાળી પર્ફોર્મન્સ આપે તે પ્રકારે નવેસરથી તૈયાર કરાઈ છે અને તે કાળજીપૂર્વક તૈયાર કરાયેલી ટ્રીમ્સ રેન્જમાં ઉપલબ્ધ છે. ફુલ્લી લોડેડ ટર્બો કાઇગર વેરિઅન્ટ્સ – ટેક્નો અને ઇમોશનની કિંમત અનુક્રમે રૂ. INR 9.99 Lakhs અને રૂ.INR 11.29 Lakhs લાખ (એક્સ-શોરૂમ) રાખવામાં આવી છે. દરમિયાન, વધુ એક્સેસિબલ નેચરલી એસ્પાઇરેટેડ એન્જિન વેરિઅન્ટ્સ અનુક્રમે રૂ. INR 6.29 Lakhs લાખ અને રૂ. INR 9.14 Lakhs લાખ (એક્સ-શોરૂમ)ની કિંમતે ઉપલબ્ધ છે. આકર્ષક ફ્રન્ટ ગ્રીલ, બિલકુલ નવું હૂડ, નવેસરથી ડિઝાઇન કરાયેલા ફ્રન્ટ અને રિઅર બમ્પર્સ, એલઈડી હેડલેમ્પ્સ, ટેઇલલેમ્પ્સ, ફોગ લેમ્પ્સ, 16-ઇંચ ડાયમંડ કટ ઇવેઝન એલોય વ્હીલ્સ અને સ્કીડ પ્લેટ્સ, સુરક્ષાઃ હવે બધા જ વેરિઅન્ટ્સમાં 6 એરબેગ્સ, ઈએસપી, ટ્રેક્શન કંટ્રોલ, હિલ સ્ટાર્ટ આસિસ્ટ અને ISOFIX ચાઇલ્ડ એન્કરેજ સહિત 21 સ્ટાન્ડર્ડ સેફ્ટી ફીચર્સ ઓફર કરે છે
આ પ્રસંગે રેનો ઈન્ડિયાના એમડી અને સીઈઓ વેંકટરામ મમિલ્લાપલ્લેએ જણાવ્યું હતું કે અમે સૌથી ઝડપથી વિકસી રહેલા સેગમેન્ટમાં નવી કાઇગર લોન્ચ કરતા ખૂબ જ રોમાંચિત છીએ. આ સેગમેન્ટ એસયુવીના વેચાણમાં 50 ટકા અને દેશમાં ટીઆઈવીમાં 31 ટકાનું યોગદાન આપે છે. કાઇગર તેના સેગમેન્ટમાં અનોખી પ્રોડક્ટ રહી છે અને આ લેટેસ્ટ પ્રગતિ સાથે અમે ભારતીય ગ્રાહકો માટે અમારી પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કરીએ છીએ.