ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલમાં ઉજવાયો રામોત્સવ
2 હજારથી વધુ વિદ્યાર્થીઓની 2 કિમી લાંબી નીકળી શોભા યાત્રા

અયોધ્યાના રામમંદિરમાં થનારી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને શાળાઓમાં પણ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. ભગવાન રામ ,માતા સિતા અને લક્ષ્મણ સાથે પવનપુત્ર હનુમાન અયોધ્યા આવી રહ્યા છે. તેની પ્રતિરૂપી રૂપ “ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ” અડાજણ “ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ રામોત્સવ શોભા યાત્રા”નું આયોજન કરવામાં આવ્યું હતું.
શોભાયાત્રામાં વિદ્યાર્થી દ્વારા રામ, સિતા લક્ષ્મણ, હનુમાન, જટાયું, રાવણ જેવા પાત્ર ની “શોભા યાત્રા” કરવામાં આવી હતી . આ શોભા યાત્રામાં 2000 થી પણ વધુ વિદ્યાર્થી 450 વધુ શિક્ષકો અને 500 જેટલા વાલી જોડાયા હતા અને “ધ રેડિયન્ટ ઇન્ટર નેશનલ સ્કૂલ રામોત્સવ શોભા યાત્રા” ની ગૌરવપૂર્ણ બનાવી. આ શોભા યાત્રા 2 કિલોમીટર જેટલી લાબી હતી.
આ શોભા યાત્રા આનદ પૂર્વક જાહેર જનતા ધ્વારા વધાવી હતી. અને શાળાના વાઇસ પ્રેસિડેન્ટ જિગ્નેશભાઈ માંગુકિયા અને મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા એ વિદ્યાર્થીમાં ધર્મએ પ્રથમ કર્તવ્ય છે તેવો સંદેશો આપી શોભા યાત્રા શાળા પ્રાંગણમાં પૂર્ણ કરી હતી.