એજ્યુકેશન
ધી રેડિયન્ટ ઈન્ટરનેશનલ સ્કૂલનો સીબીએસસી વેસ્ટ ઝોન જયપુર ક્લસ્ટર સ્કેટિંગ માં ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ

સુરતની જહાંગીરાબાદ સ્થિત ધી રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સીબીએસસી વેસ્ટ જોન જયપુર ક્લસ્ટર સ્કેટિંગ 2025-26 ધ્યેય પંચાલ કે જેમણે ઇનલાઇન સ્પીડ સ્કેટિંગ 500મીટર અને 1000 મીટર માં ઉત્તમ પ્રદર્શન કરી વિજય સાથે સિલ્વર મેડલ સાથે શાળાનું નામ ગૌરવભેર રોશન કર્યું છે.
વિદ્યાર્થીઓના આ શ્રેષ્ઠ પ્રદર્શન માટે શાળાના વાઇસ પ્રેસિડન્ટ જીગ્નેશભાઈ માંગુકિયા, મેનેજિંગ ડિરેક્ટર કિશનભાઈ માંગુકિયા, કેમ્પસ ડિરેક્ટર આશિષ વાઘાણી તથા શાળાના પ્રિન્સિપલ શ્રી તુષાર પરમારે વિજેતા વિદ્યાર્થીને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી છે.