રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલે ક્રિકેટ ટુર્નામેન્ટ જીતી

ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ અંડર-17 બોયઝ સીઝન બોલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન સાથે ચેમ્પિયનશિપ જીતવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી. ફાઈનલ મેચમાં ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ એ 16 રનથી વિજય મેળવી ટ્રોફી પોતાના નામે કરી.આ વિજય સાથે ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ એ વર્ષ 2024–2025 અને વર્ષ 2025–2026 છેલ્લા બે વર્ષ થી ચેમ્પિયન બનવાની ગૌરવપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે.
આ ઐતિહાસિક સફળતા અને ચેમ્પિયનશિપનો સંપૂર્ણ શ્રેય ધ રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ના ક્રિકેટ કોચ દેવ પ્રજાપતિ અને ભાર્ગવ પટેલ , જય મિસ્ટ્રી ને જાય છે, જેમની મહેનત, શિસ્ત અને ખેલાડીઓ પ્રત્યેની સમર્પિત ભાવનાએ ટીમને આ ઊંચાઈ સુધી પહોંચાડી છે.
આ સફળતા માટે શાળાના ટ્રસ્ટીઓશ્રી, કેમ્પસ ડિરેક્ટર, પ્રિન્સિપલ, તમામ શિક્ષકો તથા માતા-પિતાનો માં એક હર્ષની લાગણી સાથે વિધ્યાર્થી ઑને અભિનંદન પાઠવ્યા.



