હજીરા, સુરત: આર્સેલર મિત્તલ અને નિપ્પોન સ્ટીલ ઈન્ડીયા (એએમ\એનએસ ઈન્ડીયા) વિસ્તરણની જાહેર સુનાવણી કંપનીની વિનંતીને પગલે મોકૂફ રાખવામાં આવી છે.
એએમ\એનએસ ઈન્ડીયાએ હજીરા ખાતે રૂ. 35,000 કરોડનું મૂડીરોકાણ કરીને તેના સ્ટીલ પ્લાન્ટની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 9.6 મિલિયન ટનથી વધારીને 15.6 મિલિયન ટન કરવાની યોજના જાહેર કરી હતી.
આ સંદર્ભમાં ભારત સરકારના વન અને પર્યાવરણ તથા કલાયમેન્ટ ચેન્જ મંત્રાલય તરફથી તૈયાર કરવામાં આવેલા એનવાયરોમેન્ટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટને આધારે જાહેર સુનાવણી તા. 4 માર્ચના રોજ સુનાવણીનું આયોજન કરવામાં આવ્યું હતું.
આમ છતાં, નિષ્ણાત ચકાસણી સમિતીએ તા. 11 ફેબ્રુઆરીના રોજ એએમ\એનએસ ઈન્ડીયાની પર્યાવરણ મંજૂરીની અરજીની સમીક્ષા કરતાં અપસ્ટ્રીમ પ્રોજેકટ ની ટર્મ ઓફ રેફ્રન્સ માં પણ એ મુજબ ફેરફારની માગણી કરી હતી.
એએમ\એનએસ ઈન્ડીયાના માનવસંસાધન અને ઈન્ડસ્ટ્રીયલ રિલેશન્સ અને એડમિનિસ્ટ્રેશન વિભાગના હેડ શ્રી અનિલ મટૂ જણાવે છે કે “અમે પ્રોજેકટ માટે ઈમ્પેક્ટ એસેસમેન્ટ રિપોર્ટને આધારે જરૂરી ટર્મસ ઓફ રેફરન્સના માળખામાં ફેરફાર કરવા માગણી કરી હતી.
આથી તેના આધારે સુનાવણીની નિર્ધારિત તારીખમાં ફેરફાર માટે અમે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સુરત જીલ્લા કલેકટરને નિર્ધારિત મીટીંગ મુલતવી રાખવા માગણી કરી હતી. જેતેમણે સ્વીકારી લીધી છે.”
એએમ\એનએસ ઈન્ડીયાને સુધારેલી ટર્મસ ઓફ રેફ્રન્સની શરતોમાં ફેરફાર અંગે પર્યાવરણ મંત્રાલય તરફથી મંજૂરી મળતાં તે જાહેર સુનાવણીની નવી તારીખ માટે અરજી કરશે.