ગુજરાતનેશનલ

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું દેવમોગરા હેલિપેડ ખાતે આગમન

રાજપીપલા : ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ “જનજાતીય ગૌરવ દિવસ” ની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નિમિત્તે આદિવાસી સમુદાયના ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ગણાતા દેવામોગરા ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પધાર્યા હતાં.

દેવમોગરા હેલિપેડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું આગમન થતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલે પુષ્પગુચ્છ આપી ઉષ્માભેર આવકાર આપ્યો હતો.

આ સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, આદિજાતિ કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રમત-ગમત રાજ્યમંત્રી ડૉ. જયરામભાઈ ગામીત,સાંસદ મનસુખભાઇ વસાવા, જિલ્લાના અગ્રણી નીલભાઈ રાવ, જિલ્લા કલેકટર એસ. કે. મોદી, જિલ્લા પોલીસ વડા વિશાખા ડબરાલ, જિલ્લા-તાલુકા તથા સ્થાનિક આગેવાનોએ પણ વડાપ્રધાનનું ઉષ્માસભર સ્વાગત કર્યું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button