પેન્ટોમેથના ભારત વેલ્યુ ફંડે હલ્દીરામ ભુજિયાવાલામાં લઘુમતી હિસ્સા માટે રૂ. 2,350 મિલિયનનું રોકાણ કર્યું
સુરત: હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડે તેના પ્રાઇવેટ પ્લેસમેન્ટ રાઉન્ડના સફળતાપૂર્વક સમાપનની જાહેરાત કરી છે જેમાં પેન્ટોમેથના ભારત વેલ્યુ ફંડે (બીવીએફ) કંપનીમાં લઘુતમી હિસ્સા માટે રૂ. 2,350 મિલિયનનું રોકાણ કર્યું છે. હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ ‘પ્રભુજી’ બ્રાન્ડ હેઠળ તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે.
હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી મનીષ અગરવાલે જણાવ્યું હતું કે “છેલ્લા 60 કરતા વધુ વર્ષોમાં અમે સ્વાદિષ્ટ નાસ્તા અને મીઠાઈઓ પૂરી પાડીને વફાદાર ગ્રાહક વર્ગ ઊભો કર્યો છે.બીવીએફના સપોર્ટની સાથે અમારા ઉદ્યોગની ઇનસાઇટનો લાભ લેતા અમે શેરધારકો માટે મૂલ્ય વધારવા અને વૃદ્ધિને આગળ ધપાવવા માટે વ્યૂહાત્મક સ્થિતિમાં છીએ. આ ભાગીદારી લાંબા ગાળાના આર્થિક લાભો આપવા માટેનો મજબૂત પાયો બનાવે છે અને તમામ હિસ્સેદારો માટે ઉજ્જવળ ભવિષ્ય સુનિશ્ચિત કરે છે.”
હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ નાસ્તા તથા નમકીન ઉદ્યોગમાં 6 દાયકાથી વધુનો મજબૂત વારસો ધરાવે છે. કંપની ‘પ્રભુજી’ બ્રાન્ડ નેમ હેઠળ તેની પ્રોડક્ટ્સનું વેચાણ કરે છે. તે 100થી વધુ એસકેયુ સાથેનો વ્યાપક પ્રોડક્ટ પોર્ટફોલિયો ઓફર કરે છે. બોલિવૂડના જાણીતા કલાકારો શાહરૂખ ખાન અને રશ્મિકા મંદાના તેના બ્રાન્ડ એમ્બેસડર્સ છે. કંપની દેશભરમાં 2,00,000થી વધુ રિટેલર્સને સેવાઓ પૂરી પાડતા લગભગ 2,000 ડિસ્ટ્રીબ્યુટર્સનું ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે. કંપની 19 રિટેલ આઉટલેટ્સ અને 60 ફ્રેન્ચાઇઝી સ્ટોર્સ છે.હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ વાર્ષિક 6,035 મેટ્રિક ટન (એમટીપીએ)ની સંયુક્ત ક્ષમતા સાથેના ત્રણ ઉત્પાદન એકમો ચલાવે છે.
હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડમાં રોકાણ અંગે ભારત વેલ્યુ ફંડના સીઆઈઓ સુશ્રી મધુ લુણાવતે જણાવ્યું હતું કે “અમે હલ્દીરામ ભુજિયાવાલા લિમિટેડ સાથે ભાગીદારી કરતા આનંદ અનુભવીએ છીએ.અમે ફૂડ, એફએમસીજી અને કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટર્સ અંગે ખૂબ જ આશાવાદી છીએ અને હલ્દીરામ આગામી વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ મેળવવા માટે સારી સ્થિતિમાં છે.” હલ્દીરામમાં રોકાણ એ બીવીએફનું એકંદરે છઠ્ઠું રોકાણ અને છેલ્લા 3 મહિનામાં કન્ઝ્યુમર ક્ષેત્રે ત્રીજું રોકાણ છે.