પી.પી. સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ CBSE ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ ઝળક્યા

સુરત : પી.પી. સાવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ CBSE દ્વારા ધોરણ 10 અને 12ના CBSE બોર્ડ પરીક્ષાના ઉત્કૃષ્ટ પરિણામોની ઘોષણા કરવામાં આવે છે. ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહમાંથી જેનિલ ભાયાણી (97.8%) અને કોમર્સ પ્રવાહમાંથી સાક્ષી જૈન (97.8%) એ શાળામાં પ્રથમ ક્રમ હાંસલ કરી ખૂબજ શાનદાર સિદ્ધિ પ્રાપ્ત કરી છે.
ધોરણ 10માંથી માસ્ટર નિખિલ વીએચ. એ 96.2% સાથે શાળામાં પ્રથમ સ્થાન હાંસલ કરી શ્રેષ્ઠતા અને કઠિન પરિશ્રમનો નવો દિશાસૂચક ત્રાટક આપ્યો છે. આ ઉત્કૃષ્ટ પરિણામ પાછળ શાળાના શિક્ષકોની અવિરત મહેનત, વાલીઓનું સહયોગ અને વિદ્યાર્થીઓનું દૃઢ સંકલ્પ સૌથી મહત્ત્વપૂર્ણ રહ્યો છે.
સીબીએસઈ બોર્ડના ધોરણ ૧૨ સાયન્સના પરિણામોમાં ૨૨ વિદ્યાર્થીઓએ A૧ ગ્રેડ અને ૭૧ વિદ્યાર્થીઓએ A૨ ગ્રેડ મેળવ્યો છે. સીબીએસઈ બોર્ડના ધોરણ ૧૨ કોમર્સના પરિણામોમાં ૧૦ વિદ્યાર્થીઓએ A૧ ગ્રેડ અને ૩૨ વિદ્યાર્થીઓએ A૨ ગ્રેડ મેળવ્યો છે. સીબીએસઈ બોર્ડના ધોરણ ૧૦ ના પરિણામોમાં ૨૫ વિદ્યાર્થીઓએ A૧ ગ્રેડ અને ૮૧ વિદ્યાર્થીઓએ A૨ ગ્રેડ મેળવ્યો છે.