એલ.પી.સવાણી એકેડમી વેસુ, ખાતે નેશનલ યોગાસન ટુર્નામેન્ટનુ આયોજન
ગુજરાતમાં પ્રથમ વખત સીબીએસસી નેશનલ યોગાસન ટુર્નામેન્ટ નું એલપી સવાની સ્કૂલ દ્વારા સફળ આયોજન કરાયું
સુરત : એલ.પી.સવાણી એકેડમી વેસુ, શાખા દ્વારા સીબીએસઈ નેશનલ યોગાસન ટુર્નામેન્ટ બોયઝ U-14/17/19 નું શાળા પરિસરમાં આયોજન કરવામાં આવ્યું છે. એલ.પી. સવાણી એકેડેમીએ ગૌરવપૂર્વક પ્રતિષ્ઠિત સીબીએસઈ રાષ્ટ્રીય યોગાસન ટુર્નામેન્ટ 2024-25નું આયોજન કર્યું હતું. ગુજરાતમાં પ્રથમ વખત આવો કાર્યક્રમ યોજાયો હતો. ગુજરાતમાં પ્રથમ વખત સીબીએસઈ નેશનલ ગેમ ના આયોજક બનીને ઈતિહાસ રચ્યો છે.
આ ભવ્ય ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયા ઉપસ્થિત રહ્યા હતા. સન્માનિત મહેમાનોમાં ડૉ. ભગીરથસિંહ પરમાર, ડીઇઓ સુરત અને ડૉ. ગૌરવ રાજ, મદદનીશ સચિવ સીબીએસઈ, જેમણે મુખ્ય નિરીક્ષક તરીકે સેવા આપી હતી. વધુમાં, આ કાર્યક્રમમાં શારીરિક શિક્ષણ અને રમતગમત વિભાગના પ્રોફેસર ડૉ. તારકનાથ પ્રામાણિક અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય યોગ જયુરી ડૉ. મૃણાલ કાંતિ ચક્રવર્તી અને ભારતીય યોગ મહાસંઘના જનરલ સેક્રેટરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
મહેમાનોમાં એલ.પી. સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના ચેરમેન માવજીભાઈ સવાણી, વાઇસ ચેરમેન ડો. ધર્મેન્દ્રા સવાણી અને ડાયરેક્ટર શ્રીમતી પૂર્વી સવાણી જોડાયા હતા. લગભગ 150 શાળાઓના અંદાજે 500 વિદ્યાર્થીઓએ તેમની યોગાસન કૌશલ્પનું પ્રદર્શન કરીને આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એલ.પી.સવાણી એકેડેમીના પ્રિન્સિપાલ શ્રીમતી મૌતુશી શર્મા દ્વારા તમામ મહાનુભાવોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું . ટુર્નામેન્ટનું ઉદઘાટન કરવામાં અને સફળ સ્પર્ધા માટે સહભાગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી.